ચીનમાં ‘લેકિમા’ વાવાઝોડાએ વિનાશ વેર્યો; 28નાં મોત…

ચીનના પૂર્વ ભાગના ઝેજિયાંગ અને જિગાંશુ પ્રાંતોમાં 10 ઓગસ્ટ, શનિવારે ત્રાટકેલા ભયાનક એવા 'લેકિમા' વાવાઝોડાએ વ્યાપક અને પારાવાર નુકસાન કર્યું છે. આ કુદરતી આફતમાં ઓછામાં ઓછા 28 જણનાં મરણ નિપજ્યાં છે. વાવાઝોડાને લીધે અનેક સ્થળોએ ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની હતી. આશરે 10 લાખ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું છે. વાવાઝોડું વેનલિંગ શહેરમાં ત્રાટક્યું હતું. એ વખતે પવનની ગતિ કલાકના 187 કિ.મી.ની હતી. દરિયામાં અનેક મીટર ઊંચાં મોજાં ઉછળ્યાં હતાં. શાંઘાઈ ડિઝની રિસોર્ટ 'શાંઘાઈ ડિઝનીલેન્ડ'ને સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો હતો.