અમદાવાદઃ અમદાવાદની કોર્ટયાર્ડ મેરીયોટ હોટલ ખાતે કશ્મીરી વાનગીઓના નિષ્ણાત વાસ્તે વઝે ઉર્ફે માસ્ટર શેફ મહોમ્મદ અબ્બાસ ભાટ દ્વારા અનોખી કાશ્મીરી વાનગીઓ રસાસ્વાદ કરાવવામાં આવ્યો હતો. આ માસ્ટર શેફ દ્વારા 3 ડીસેમ્બર સુધી દરરોજ સાંજે 6.30 વાગ્યા પછી અદભૂત વાનગીઓ પીરસવામાં આવશે. કાશ્મીરની અનેક કથાઓ તેની વાનગીઓ અને સુગંધિત રસોડાઓ મારફતે સ્થળકાળની મર્યાદાઓ વટાવીને જાણીતી બની છે. હિમાલયના ખોળામાં આવેલું આ રાજ્ય તેના અદભૂત મસાલા અને સુગંધિત મીટની વાનગીઓ માટે જાણીતું છે. આ વાનગીઓમાં કશ્મીરી વાઝવાન મહેફિલની 36 કોર્સની વાનગીઓ તમારા હૃદયને સ્પર્શીને ખૂબ જ ઉષ્મા આપશે. ખાસ કરીને લગ્નો વખતે પીરસાતી અને પર્શિયા, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાની અસર નીચે તૈયાર થયેલી આ વાનગીઓ શિયાળાની ઠંડી વચ્ચે તમારૂં સ્વાગત કરવા તૈયાર રહેશે.