કેફે કોફી ડેનાં લાપતા સ્થાપક-માલિક સિદ્ધાર્થની શોધખોળ…

આંતરરાષ્ટ્રીય કોફી ચેન કેફે કોફી ડેનાં સ્થાપક અને માલિક વી.જી. સિદ્ધાર્થ મેંગલુરુ શહેરમાં નેત્રાવતી નદી પરના એક પૂલ પરથી 29 જુલાઈ, સોમવારથી લાપતા થયા છે. એમના કારડ્રાઈવરે જાણ કર્યા બાદ પોલીસે તપાસ આદરી છે. 30 જુલાઈ, મંગળવારે સવારે એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડ, હોમ ગાર્ડ, અગ્નિશામક દળ, કોસ્ટલ પોલીસના જવાનોએ નેત્રાવતી નદીમાં બોટમાં બેસીને તપાસ આદરી હતી.


વી.જી. સિદ્ધાર્થ જ્યાંથી ગૂમ થયા હોવાનું કહેવાય છે તે નેત્રાવતી નદી પરના પૂલ પર તપાસ માટે હાજર થયા છે અધિકારીઓ.


વી.જી. સિદ્ધાર્થ ભાજપના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ.એમ. કૃષ્ણાના જમાઈ છે. બેંગલુરુ સ્થિત કૃષ્ણાને એમના નિવાસસ્થાને મળવા આવ્યા છે કોંગ્રેસના અન્ય સિનિયર નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા.


લાપતા થયેલા કેફે કોફી ડેનાં સ્થાપક વી.જી. સિદ્ધાર્થ