રાજ ઠાકરે કોલકાતા જઈ મમતા બેનરજીને મળ્યા…

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે 31 જુલાઈ, બુધવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મળ્યા હતા અને મહારાષ્ટ્રમાં આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ)ને બદલે બેલટ પેપર્સ દ્વારા યોજવામાં આવે એવા પોતે લીધેલા વલણને ટેકો આપવાની એમને વિનંતી કરી હતી. ઈવીએમના વિરોધમાં એમએનએસ પાર્ટી મુંબઈમાં આવતી 21 ઓગસ્ટે રેલી યોજવાની છે અને તે રેલીમાં સામેલ થવાનું ઠાકરેએ બેનરજીને આમંત્રણ પણ આપ્યું હતું.