દાલ સરોવરમાં ‘સેલ્યૂટ તિરંગા શિકારા રેસ’

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના શ્રીનગર શહેરના દાલ (અથવા ડલ) સરોવરમાં 1 ઓગસ્ટ, મંગળવારે શિકારા બોટચાલકોએ એમની શિકારા સાથે રેસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રેસનું નામ આપવામાં આવ્યું હતું ‘સેલ્યૂટ તિરંગા શિકારા રેસ’. સૌ શિકારાચાલકોએ એમની બોટ પર રાષ્ટ્રીય તિરંગાને લહેરાવ્યો હતો. આ રેસ જોવા માટે સ્થાનિક તેમજ પર્યટકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ રેસનું આયોજન નવી દિલ્હીસ્થિત સેવાભાવી સંસ્થા ‘સેલ્યૂટ તિરંગા’ દ્વારા કરવામાં આવ્યું હતું. રેલી નેહરુ પાર્કથી ચાર ચિનારી થઈ SKICC સુધી યોજવામાં આવી હતી. તેમાં 150 જણે ભાગ લીધો હતો.

 જમ્મુ અને કશ્મીરમાં આ પહેલી જ વાર તિરંગા શિકારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ રેસ યોજવા પાછળનો હેતુ કશ્મીરના યુવાધનમાં રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને જુસ્સાના ગુણોનું સિંચન કરવા માટે તેમજ પર્યટકોને કશ્મીરની મુલાકાત માટે આકર્ષિત કરવાનો છે.

લેક્સ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ દાલ સરોવરમાં ચાર વ્યૂહાત્મક સ્થાનો ખાતે ફ્લોટિંગ જેટ્ટી બાંધી હતી.