હરિયાણાના નૂહમાં કોમી રમખાણોમાં અનેક વાહનોનો નાશ

હરિયાણા રાજ્યના નૂહ માં ગયા સોમવારે એક ધાર્મિક સરઘસ વખતે ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને દુકાનોની તોડફોડ કરવામાં આવી હતી તેની તસવીરો. નૂહમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે, જે 2 ઓગસ્ટ, બુધવારે પણ ચાલુ રખાયો છે. સમગ્ર નગરમાં ઈન્ટરનેટ સેવા બંધ રખાઈ છે. પ્રશાસને રમખાણોના સંબંધમાં અત્યાર સુધીમાં 116 જણની ધરપકડ કરી છે. હિંસક ઘટનાઓમાં છ જણના મરણ નિપજ્યા હતા.