GalleryEvents રાજસ્થાન, તેલંગાણામાં મતાધિકાર હાંસલ કરવાનો આનંદ… December 7, 2018 રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડિસેમ્બર, શુક્રવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઈ ગયું. રાજસ્થાનમાં 72.65 ટકા અને તેલંગાણામાં સરેરાશ 67 ટકા મતદાન થયું હતું. બંને રાજ્યમાં મતદાન કરવા માટે સમાજના જુદા જુદા વર્ગનાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમાપ્ત થયેલી વિધાનસભામાં રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને વસુંધરા રાજે મુખ્ય પ્રધાન હતાં જ્યારે તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)નું શાસન હતું અને કે. ચંદ્રશેખર રાવ મુખ્ય પ્રધાન હતા. બંને રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. મતગણતરી અને પરિણામ અન્ય ત્રણ રાજ્યો – મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમની સાથે 11 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ ત્રણ રાજ્યોમાં ગયા મહિને મતદાન યોજવામાં આવ્યું હતું. અજમેરમાં...હૈદરાબાદમાં...હૈદરાબાદમાં...જોધપુરમાં વયોવૃદ્ધ પિતાને ઉંચકીને મતદાન કેન્દ્ર ખાતે લઈ જતો પુત્રઅજમેરમાં...હૈદરાબાદમાં દિવ્યાંગ મહિલા પણ મતદાનની ફરજ અદા કરવાનું ભૂલ્યાં નહીંહૈદરાબાદમાં...હૈદરાબાદમાં...કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત એમના પરિવારજનો સાથે જોધપુરમાંરાજસ્થાન કોંગ્રેસના વડા સચીન પાઈલટ જયપુરમાંટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝા - હૈદરાબાદમાંબેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ એનાં પરિવારજનો સાથે હૈદરાબાદમાં.સાનિયા મિર્ઝા હૈદરાબાદમાં એનાં પરિવારજનો સાથે