ભારતીય લશ્કરે ઉજવ્યો આર્મી દિવસ…

ભારતીય સેનાનાં ભૂમિદળે આજે તેનો 71મો આર્મી ડે ઉજવ્યો હતો. ભારતીય લશ્કરે 1949ની 15 જાન્યુઆરીએ જ બ્રિટિશ સૈન્યના તાબામાંથી મુક્તિ મેળવી હતી. તે દિવસને ભારતીય સેના દર વર્ષે આ જ તારીખે આર્મી ડે તરીકે ઉજવે છે. આજે આર્મી ડે નિમિત્તે લશ્કરી વડા જનરલ બિપીન રાવતે નવી દિલ્હીમાં જનરલ કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે આર્મી ડે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જવાનોને સંબોધિત કર્યા હતા. જવાનોએ પરેડમાં એમનાં યુદ્ધકૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

લશ્કરી વડા જનરલ બિપીન રાવત

નવી દિલ્હીમાં આર્મી હાઉસ ખાતે આર્મી ડે ઉજવણી કાર્યક્રમ વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને વીર નારીઓ સાથે વાતચીત કરી.