અમદાવાદઃ પ્રદૂષિત હવા…સ્વાસ્થ્ય સંકટમાં

અમદાવાદઃ દુનિયાના કેટલાક દેશમાં હવા, પાણી દિન પ્રતિદિન પ્રદુષિત થતા જાય છે. ભારતના દિલ્હી જેવા શહેરને ખૂબ જ પ્રદુષિત માનવામાં આવે છે. ત્યારે ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ પણ બાકાત નથી. વધતી જતી વસ્તી, વાહનોની સંખ્યા, કારખાના અને ઠેર ઠેર ચાલતા માર્ગ-મકાનની કામગીરીના કારણે પ્રદુષણ વધતુ જાય છે. શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પણ ગંદકી ઠલવાઇ રહી છે. અમદાવાદ શહેર પછીની સાબરમતી નદીના પટની આજુબાજુના ગામડાં અસહ્ય ગંદકી જ વેઠી રહ્યા છે. શહેરની હવા પણ ખૂબ જ પ્રદુષિત થતી જાય છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર રખિયાલ, ઓઢવમાં આજે સૌથી વધારે હવાનું પ્રદુષણ જોવા મળ્યું હતુ.

 

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)