‘ઓપરેશન બ્લુસ્ટાર’ની વરસીએ શીખ કાર્યકર્તાઓએ સુવર્ણ મંદિરમાં નારા લગાવ્યા

અમૃતસરના સુવર્ણ મંદિરમાં અડ્ડો જમાવનાર આતંકવાદી તત્ત્વોનો નાશ કરવા માટે 1984માં તે વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનાં આદેશને પગલે સુવર્ણ મંદિર ખાતે ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન બ્લૂસ્ટાર’ હાથ ધરવામાં આવ્યું હતું. તેની 39મી વરસી નિમિત્તે 6 જૂન, મંગળવારે અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે અનેક શીખ સંગઠનોના કાર્યકર્તાઓએ વિરોધ-દેખાવો કર્યા હતા અને નારા લગાવ્યા હતા.

શીખ ધર્મગુરુઓ એમના સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ ‘ગુરુ ગ્રંથ સાહિબ’ની એક કોપી બતાવે છે જેની પર ‘ઓપરેશન બ્લુસ્ટાર’ વખતે એક ગોળી વાગી હતી.