GalleryEvents ઈન્ડોનેશિયાના લોમ્બોક ટાપુ પર ભૂકંપ… August 6, 2018 ઈન્ડોનેશિયાના લોમ્બોક ટાપુ પર 5 ઓગસ્ટ, રવિવારે રાતે ભયાનક ભૂકંપ ત્રાટક્યો હતો. રીક્ટર સ્કેલ પર એની તીવ્રતા 7.0ની નોંધાઈ હતી. ભૂકંપમાં 82 જણનાં મરણ નિપજ્યા છે, સેંકડો લોકો ઘાયલ થયા છે અને હજારો મકાનોને નુકસાન પહોંચ્યું છે. ભૂકંપ ત્રાટક્યા બાદ સુનામી મોજાં ત્રાટકવાની ચેતવણી ઈસ્યૂ કરવામાં આવી હતી, પણ બાદમાં એ પાછી ખેંચી લેવામાં આવી હતી. પડોશના બાલી ટાપુ ઉપર પણ ધ્રૂજારીનો અનુભવ થયો હતો અને લોકો ગભરાટના માર્યા પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. લોમ્બોક ટાપુ જાણીતું પર્યટન સ્થળ છે. વિશાળ દરિયાકિનારાઓ તથા હાઈકિંગ ટ્રેક્સને માટે લોમ્બોક પર્યટકોમાં પોપ્યૂલર છે.