GalleryFashion & Entertainment કોરોના સામે તમન્નાની જનજાગૃતિ… યોગા કરો… March 20, 2020 કોરોના વાઈરસના ત્રાસ અને ગભરાટના વાતાવરણ વચ્ચે ‘બાહુબલી’ ફિલ્મની અને દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયા યોગા કરી રહી છે. કોરોના વાઈરસના ચેપ-ફેલાવાથી બચવા માટે સહુએ પોતપોતાના ઘરમાં જ રહેવું એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ અને સેલિબ્રિટી વ્યક્તિઓએ લોકોને અપીલ કરી છે ત્યારે તમન્નાએ સેલ્ફ-ક્વોરન્ટીનનો સમય યોગ્ય રીતે વિતાવવાનું નક્કી કર્યું છે. પોતાના ઘરના બગીચામાં યોગા કરતો પોતાનો વિડિયો એણે સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. આ રીતે એણે કોરોના સામે જનજાગૃતિ ફેલાવવાનું પસંદ કર્યું છે, જેની સોશિયલ મિડિયા પર પ્રશંસા થઈ રહી છે. View this post on Instagram “Yoga is not about touching your toes, it’s about what you learn on the way down.” What an apt quote by Jigar Gor Using my me time practicing yoga in my garden. @thedivayoga @sarvesh_sashi @yogvarsha #SelfCare #SelfLove #Yoga A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Mar 19, 2020 at 6:41am PDT