શ્રદ્ધા કપૂર એકદમ દેશી લૂકમાં…

બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર મુંબઈના અંધેરીમાં ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાની ઓફિસની બહાર નીકળી ત્યારે તસવીરકારોએ એને કેમેરામાં ઝડપી લીધી હતી. શ્રદ્ધા સરસ દેશી પોષાકમાં સજ્જ થઈ હતી અને સુંદર દેખાતી હતી. એણે નીઓન શેડનાં લાંબા કુર્તા અને સફેદ ચુડીદારમાં હતી અને કોલ્હાપુરી સેંડલ પહેર્યાં હતાં.