શિલ્પા કહે છે, નબળાઈ દૂર કરવા મંડૂકાસન કરો

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી યોગવિદ્યાની જાણકાર છે. દર સોમવારે એ યોગ સેશન યોજતી હોય છે. જુદા જુદા યોગાસન કરતી હોય એવી પોતાની તસવીરો અને વિડિયો ક્લિપ્સ અવારનવાર સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કરતી હોય છે. સાથોસાથ, એ યોગ, ફિટનેસ વિશે નીતનવી ટિપ્સ આપતી હોય છે. નવી પોસ્ટમાં એ મંડૂકાસન યોગાસનના સ્ટેપ્સ સમજાવી રહી છે. નવા વિડિયો-તસવીરવાળી પોસ્ટમાં એણે કહ્યું છે કે નબળાઈનો સામનો કરવા માટે આ આસન બહુ ઉપયોગી છે. આ આસન કરવાથી તમામ મનમાં ઉદભવતી નકારાત્મક્તાને દૂર કરી શકાય છે. આ આસન કરતી વખતે નાભિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે, જે આપણી જીવનશક્તિનું પણ કેન્દ્ર છે. એને સેકન્ડ બ્રેન પણ કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે શિલ્પાનાં પરિવારજનો હાલમાં જ કોરોનાવાઈરસની બીમારીમાંથી સાજાં થયાં હતાં. શિલ્પા આ ચેપથી બચવામાં સફળ રહી છે. એ હવે ડાન્સ રિયાલિટી ટીવી શો ‘સુપર ડાન્સરઃ ચેપ્ટર 4’ પર જજ તરીકે પાછી ફરી છે.

શિલ્પા સમજાવે છે મંડૂકાસનનાં ફાયદા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]