હોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…

બોલીવુડથી દૂર થયેલી અને હવે અમેરિકાના લોસ એન્જેલીસમાં સ્થાયી થયેલી બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવત સોશિયલ મિડિયા પર સતત સક્રિય રહે છે. ‘મર્ડર’ની આ અભિનેત્રીએ ઓવરસાઈઝ સ્લીવ્ઝ અને ફેન્સી ફ્લોરલ પ્રિન્ટવાળાં ડ્રેસમાં સજ્જ પોતાની તસવીરો તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેને નેટયૂઝર્સે વખાણી છે. મલ્લિકાનાં સુંદર પગ એનાં ડ્રેસને સુસંગત થાય છે અને ડ્રેસને મેચ થાય એવું એક ફૂલ માથાનાં વાળમાં ભરાવ્યું છે. ખુશનુમા સૂર્યપ્રકાશમાં, સ્વિમિંગ પૂલની બાજુમાં, લૂઝ કફ્તાન પહેરીને બેઠેલી મલ્લિકા એકદમ હળવા મૂડમાં દેખાય છે.