મુંબઈમાં રજનીકાંતની ‘દરબાર’ ફિલ્મ રિલીઝ; ચાહકો ઘેલાં થયાં

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની નવી તામિલ ફિલ્મ ‘દરબાર’ 9 જાન્યુઆરી, ગુરુવારથી મુંબઈ સહિત દેશભરમાં રિલીઝ કરવામાં આવી છે. દેખીતી રીતે જ રજનીકાંતની અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મ માટે પણ એમનાં પ્રશંસકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો છે. મુંબઈમાં વડાલા, અંધેરી, ઘાટકોપર, ગોરેગામ, મલાડ, સાયન સહિત ઘણા ઉપનગરોમાં તેમજ પડોશના થાણે, નવી મુંબઈના વાશી શહેરના થિયેટરોમાં ‘દરબાર’ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.

થિયેટરોની બહાર રજનીકાંતના ચાહકો ઉત્સવના મૂડમાં જોવા મળ્યા હતા. લોકો ઢોલ વગાડીને નાચતા હતા, ફટાકડા ફોડતા હતા અને પોસ્ટરની ઉપર હાર પહેરાવ્યો હતો.

આ ફિલ્મમાં રજનીકાંતે એક ગુસ્સાવાળા પોલીસ અધિકારી આદિત્ય અરૂણાસલમનો રોલ કર્યો છે. આખી ફિલ્મ રજનીકાંતની છે અને આ એમની આખરી ફિલ્મ હોય એવું કહેવાય છે.

 

રજનીકાંત એમની ફિલ્મોમાં જોરદાર એક્શન માટે તેમજ કટ્ટર પ્રશંસક વર્ગ માટે જાણીતા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]