કરીના, દીકરા તૈમૂરે મજા માણી માટીનો ઘડો બનાવવાની…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન હાલ બીજી વાર ગર્ભવતી છે. તે હાલ એનાં પુત્ર તૈમૂર અલી સાથે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં દિવાળીની રજા માણવા ગઈ છે જ્યાં એનો અભિનેતા પતિ સૈફ અલી ખાન એની નવી હિન્દી ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો છે. માતૃત્ત્વના દિવસોનો આનંદ માણી રહેલી કરીનાએ તેનો અને તૈમૂરનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વિડિયોમાં કરીના તૈમૂર સાથે મળીને કુંભારકામનો આનંદ માણી રહી છે અને એને નાનકડું માટલું કે માટીનો ઘડો બનાવતા શીખડાવી રહી છે. તૈમૂર એની મમ્મીની વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે અને તે જેમ કહે બરાબર એ જ રીતે કરવાની કોશિશ કરી રહ્યો છે.

કુંભારકામ શીખતાં કરીના-તૈમૂર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]