‘હેટ સ્ટોરી 4’નું પ્રમોશન કરતી ઉર્વશી…

આગામી નવી હિન્દી ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’ માટે નિર્માતાઓએ 5 માર્ચ, સોમવારે નવી દિલ્હીમાં મીડિયાકર્મીઓ સમક્ષ એક પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં ફિલ્મની અભિનેત્રી ઉર્વશી રાઉતેલા અને દિગ્દર્શક વિશાલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ‘A’ સર્ટિફિકેટ મેળવનાર આ ફિલ્મ ‘હેટ સ્ટોરી’ ફિલ્મની ચોથી આવૃત્તિ છે અને આવતી 9 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ઉર્વશી ઉપરાંત કરણ વાહી, વિવાન ભાટેના પણ મુખ્ય ભૂમિકામાં છે.