બોલીવૂડ અભિનેત્રી દિશા પટની તેનાં કથિત બોયફ્રેન્ડ અને અભિનેતા ટાઈગર શ્રોફની જેમ ફિટનેસપ્રેમી છે અને ફિટનેસ જાળવવા માટે જિમ્નેશ્યમમાં વજન ઉંચકવાની કસરત કરતી હોય છે. 70 કિલો વજન ઉંચકીને બે રિપીટીશનના બે સેટ કરતી હોય એવો એક વિડિયો તેણે પોતાનાં સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. કેપ્શનમાં એણે લખ્યું છે કે, આ તેની ફેવરિટ એક્સરસાઈઝ છે. તેની આ તસવીરો જોઈને ટાઈગરની માતા આયેશા શ્રોફ, દિશાની બહેન ખૂશ્બૂએ તેનાં વખાણ કર્યાં છે. દિશાની નવી ફિલ્મો આવી રહી છે – ‘રાધે’, ‘એક વિલન રિટર્ન્સ’, ‘KTina’. ગયા વર્ષે એની બે ફિલ્મ આવી હતી – ‘મલંગ’ અને ‘બાગી 3.’