વિદ્યા બાલન ઉપસ્થિત રહી ‘નીયત’ ફિલ્મના પ્રચારકાર્યક્રમમાં

બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને તેની આગામી નવી હિન્દી ફિલ્મ ‘નીયત’ના પ્રચાર માટે 5 જુલાઈ, બુધવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તસવીરકારોને વિવિધ પોઝ પણ આપ્યાં હતાં. મર્ડર મિસ્ટ્રી, રહસ્ય વાર્તાવાળી ‘નીયત’ ફિલ્મ 7 જુલાઈના શુક્રવારથી થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં વિદ્યાએ તપાસનીશ એજન્સી સીબીઆઈની ઓફિસર મીરા રાવની ભૂમિકા ભજવી છે. અનુ મેનન દિગ્દર્શિત આ ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત રામ કપૂર, રાહુલ બોઝ, દિપન્નિતા શર્મા, નીરજ કાબી, અમ્રિતા પુરી, પ્રાજક્તા કોલી જેવા અન્ય કલાકારો પણ છે.