રણવીરસિંહથી લઈને ધોની… ભારતીય સિતારાઓ ‘ઈન્ડિયાના જોન્સ’ લૂકમાં; AI ટેક્નોલોજીની કમાલ…

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીની શક્તિથી આખી દુનિયા અંજાઈ ગઈ છે. ઈન્ટરનેટ પર આ ટેક્નોલોજીની કમાલે ધમાલ મચાવી દીધી છે. આની શરૂઆત થઈ હતી ‘લેન્સા’ ઓલ-ઈન-વન ઈમેજ એડિટિંગ એપ્લિકેશનથી, જેના દ્વારા લોકો એમની પોતાની તસવીરોને દંતકથાસમાન વ્યક્તિઓના ચહેરાઓમાં પરિવર્તિત કરવા લાગ્યા. હવે તો આ એક ટ્રેન્ડ થઈ ગયો છે. વધુ ને વધુ લોકો બોલીવુડ-હોલીવુડના કલાકારો અને ફેમસ સ્પોર્ટ્સ સિતારાઓનાં ચહેરાઓનો પોતાની કલ્પનાથી નવો ચહેરો બનાવવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. આવી કેટલીક તસવીરો મળી છે, જે જોવા જેવી છે, જેમાં બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતાઓ તેમજ અમુક નામાંકિત ભારતીય ક્રિકેટરોને સુપ્રસિદ્ધ હોલીવુડ પાત્ર ‘ઈન્ડિયાના જોન્સ’નો લૂક આપવામાં આવ્યો છે.