ઈજાગ્રસ્ત અમિતાભે પ્રશંસકોને મળવાની પરંપરા જાળવી

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ગયા રવિવારે મુંબઈમાં જુહૂ વિસ્તારસ્થિત એમના નિવાસસ્થાન ‘જલસા’ની બહાર એકત્ર થયેલા એમના પ્રશંસકોને મળ્યા હતા. એ વખતે એમનો જમણો હાથ ઘરેલુ પાટા તરીકે એક ગમછા વડે બાંધેલો હતો.

નિવાસસ્થાન ખાતે મળવા આવેલા પ્રશંસકોનું અમિતાભે બંગલાની બહાર આવીને અભિવાદન સ્વીકાર્યું હતું.

 

અમિતાભને હૈદરાબાદમાં એક આગામી હિન્દી ફિલ્મના શૂટિંગ વખતે પાંસળીમાં ઈજા થઈ હતી. ડોક્ટરોની સલાહ અનુસાર એમને આરામ કરવા મુંબઈ ઘેર પાછું ફરવું પડ્યું હતું. નિર્માતાઓએ ફિલ્મનું શૂટિંગ હાલ મોકૂફ રાખ્યું છે. તે ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણની જોડી મુખ્ય ભૂમિકામાં છે.