ભારતના સ્ટાર ઍથ્લીટ્સ ગાંધીનગર કલ્ચર ફોરમમાં ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે રમ્યા

ભારતના સ્ટાર ઍથ્લેટ્સ અમોજ જેકોબ, પ્રવીણ ચિથ્રાવેલ અને જેસ્વીન ઍલ્ડ્રિન ગાંધીનગર કલ્ચર ફોરમમાં ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે રમ્યા

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં છઠ્ઠા નોરતે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, તેમના ધર્મપત્ની અને ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી રોમા માણેક, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુભાઈ પટેલે માતાજીની આરતી ઉતારી હતી. તેમની સાથે પૂર્વ મેયર રીટાબેન પટેલ અને કેતનભાઇ પટેલ પણ જોડાયા હતા. કડી વિશ્વ વિદ્યાલયના અધ્યક્ષ, ગુજરાતની જાણીતી હાર્ટ હોસ્પિટલ સીમ્સના સંચાલકો ડૉ. ધીરેન શાહ, ડૉ. હિરેન ધોળકિયા તથા તમામ ડિરેક્ટર્સ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં પધાર્યા હતા, એટલું જ નહીં મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. ગુજરાતી સુગમ સંગીતમાં શિરમોર એવા વરિષ્ઠ ગાયિકા આદરણીય વિભાબેન રાસબિહારી દેસાઈ અને સુપ્રસિદ્ધ ઉદઘોષિકા માર્ગી હાથી પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા.

છઠ્ઠા નોરતે ફરી એક વખત ગુજરાતી સુગમ સંગીતના વર્તમાન સમયના સુપ્રસિદ્ધ ગાયિકા હિમાલી વ્યાસ નાઈકે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં ખેલૈયાઓને ગરબે રમાડ્યા હતા. બેસ્ટ પર્ફોમન્સ પ્રિન્સેસ તરીકે ચેતના શાહ અને પ્રિન્સ તરીકે આશિષ પરમાર વિજેતા થયા હતા. દર્શના ઠાકર અને મુકેશ ઠાકોર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ પેર તરીકે કરિશ્મા પાટડીયા અને નિર્મલ શ્રીમાળી વિજેતા થયા હતા. જ્યારે કશિશ જયસ્વાલ અને ભૌમિક રાવતની જોડી રનર્સ અપ રહી હતી. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે સ્તુતિ ઓઝા વિજેતા થયા હતા. જ્યારે કાનન પુરોહિત રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસની કેટેગરીમાં કરણ પુરબિયા વિજેતા અને રાજ ભાવસાર રનર્સ અપ રહ્યા હતા

બેસ્ટ કિંગ; 35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓ માટેની આ કેટેગરીમાં ધીરજ રાઠોડ વિજેતા થયા હતા અને હર્ષદ સોલંકી રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ક્વીન તરીકે કાનન આચાર્ય અને રનર્સ અપ તરીકે હેતલ ભટ્ટી વિજેતા થયા હતા.

બેસ્ટ ટીનેજર-પ્રિન્સેસ તરીકે કાવ્યા પટેલ વિજેતા થયા હતા જ્યારે રિયા શાહ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર-પ્રિન્સ તરીકે નંદીશ રાવલ વિજેતા થયા હતા અને વ્યોમ દરજી રનર્સ અપ રહ્યા હતા. સાત થી બાર વર્ષની વયજૂથની બેસ્ટ કીડ કેટેગરીમાં ધરતી સંઘવી અને વિહાન ચૌહાણ વિજેતા થયા હતા. જ્યારે મહિમ્ના મેવાડા અને ઑમ નાગર રનર્સ અપ રહ્યા હતા. સાત વર્ષ સુધીના બાળકો માટેની બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં નવ્યા મહર્ષિ ઠાકર અને પ્રિન્સ સંઘવી વિનર રહ્યા હતા. જ્યારે માહી પટેલ અને વિઆન ધ્રુવ શાહ રનર્સ અપ રહ્યા હતા. બિંદુ ઉપાધ્યાય કડવે, ફાલ્ગુની હિરેન, નયનભાઈ ઉપાધ્યાય, આરતી ઋષિકેશ ભટ્ટ અને દેવેશ શ્રીવાસ્તવે નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી.