GalleryCulture અમદાવાદીઓએ ઉજવી પ્રેમ, ભાઈચારા, આનંદના રંગોથી ધૂળેટી March 21, 2019 21 માર્ચ, ગુરુવારે ધૂળેટી તહેવારની અમદાવાદમાં રહેણાંક સોસાયટીઓ, ગલીઓ, ફળીયામાં લોકોએ પરંપરાગત હોંશ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. સૌએ એકબીજાને રંગબેરંગી ગુલાલ લગાડીને આ ઉત્સવનો આનંદ માણ્યો હતો. નાના બાળકો પણ પિચકારીથી એકબીજા ઉપર પાણી છાંટીને ધૂળેટીની મજા માણતા નજરે પડ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)