• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Behind The Lens
    • bollywood ki baten
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • Mojmasti Unlimited
    • National Affairs
    • One Planet One Life
    • Poli Scope
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Yoga & Wellness
    • Yogic Sampada
    • Youth & Women
    • દિલ કે ઝરોંખે સે
    • મા ના સ્વમુખેથી
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
    • Tips
      • Cooking Tips
    • Wah Bhai Wah
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      Mumbai

      મુંબઈ હાઈકોર્ટ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગવર્નર કોશ્યારીની તરફેણમાં

      Business

      વર્ક-ફ્રોમ-હોમ પદ્ધતિ અંગે એપલ કંપનીએ વલણ બદલ્યું

      Entertainment

      સલમાન ખાનને ધમકી આપનાર આરોપી જોધપુરમાંથી ઝડપાયો

      National

      ‘પ્રિયંકાજી જણાવો ક્યા કોંગ્રેસીએ લોહી વહાવ્યું’, ભાજપે કર્યો પલટવાર

  • Features
    • AllBeauty Book By NykaaBehind The Lensbollywood ki batenBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsMojmasti UnlimitedNational AffairsOne Planet One LifePoli ScopeSocietyTechnologyTravel & TourismTributeYoga & WellnessYogic SampadaYouth & Womenદિલ કે ઝરોંખે સેમા ના સ્વમુખેથી
      Business Funda

      લેડીઝલોગ, કાલ પર કન્ટ્રોલ મેળવવો છે?

      bollywood ki baten

      દિપ્તીની ‘ઝુનૂન’થી અભિનયની શરૂઆત

      Yogic Sampada

      ધન કમાઈ લીધા પછીનો પુરુષાર્થ સુખમય અને પ્રસન્નતાપૂર્ણ જીવન જીવવા માટેનો…

      Society

      નોટ આઉટ @ 104 : વ્રજલાલભાઈ મહેતા 

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      Culture

      અમિત શાહે કશ્મીરમાં ‘મા શારદા દેવી’ મંદિરનું ઉદઘાટન કર્યું

      News & Event

      હેમા માલિનીએ ‘ગંગા’નું સ્વરૂપ ધારણ કરી પ્રસ્તુત કર્યો ઉત્તમ સ્ટેજ પરફોર્મન્સ

      Culture

      ચાલો મનમોહક ચકલી પક્ષીને બચાવીએ: ‘વિશ્વ ચકલી દિવસ’

      Fashion & Entertainment

      સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ, વિક્રાંત મેસ્સીએ કર્યો ‘ગેસલાઈટ’નો પ્રચાર

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      Daily

      રાશિ ભવિષ્ય 26/03/2023

      Panchang

      પંચાંગ 26/03/2023

      Daily

      રાશિ ભવિષ્ય 25/03/2023

      Panchang

      પંચાંગ 25/03/2023

  • Variety
    • Quote
      • Quote
    • Tips
      • Cooking Tips
    • Wah Bhai Wah
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Home Features Yogic Sampada પતિ-પત્નીનું જીવનનું ‘જોઈન્ટ અકાઉન્ટ’
  • Features
  • Yogic Sampada

પતિ-પત્નીનું જીવનનું ‘જોઈન્ટ અકાઉન્ટ’

January 28, 2023








































































(પતિ-પત્ની પરસ્પરની પ્રવૃત્તિઓ પ્રત્યે અનુકૂળ થઈને રહે. પત્નીના જે ધન આદિ પદાર્થો છે એ પતિના પણ છે અને પતિના જે ધન આદિ પદાર્થો છે એ પત્નીના પણ છે. આ વિષયે ક્યારેય તેમની વચ્ચે દ્વેષ થવો જોઈએ નહીં. તેમણે આપસમાં હળીમળીને આનંદ માણવો.)

યજુર્વેદના સ્કંદ 11ની સંહિતા 74માં પતિ-પત્નીના ધન વિશે કહેવામાં આવ્યું છે. ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની મારી કારકિર્દીમાં હું એકબીજાથી ભિન્ન મત ધરાવતાં ઘણાં યુગલોને મળ્યો છું. તેમની સાથેના અનુભવના આધારે આપણે ઉક્ત સંહિતાના સંદર્ભમાં વાત કરીએ.

વીણા ભટ્ટ નામનાં મારાં ક્લાયન્ટ કહેતાં, “મારા પતિને જ્યારે પણ પૈસાની જરૂર હશે ત્યારે હું તેમને મદદ કરીશ, પરંતુ મારો હિસાબ હંમેશાં અલગ રહેશે.”

વીણાબહેનના કહેવાનો ભાવાર્થ એવો હતો કે તેઓ પોતાના પતિના પૈસા પર નિર્ભર રહેવા માગતાં નથી. આમ છતાં, પતિને જરૂર હોય ત્યારે તેમને સહાય કરવાની તેમની તૈયારી છે. આમ, તેઓ નાણાકીય આત્મનિર્ભરતાની વાત કરી રહ્યાં હતાં. વર્તમાન જગતમાં આવા વલણમાં કંઈ જ ખોટું નથી.

હવે આપણે રાહુલ જૈન નામના યુવા વેપારીની વાત કરીએ. મૂળ જયપુરનો રાહુલ મુંબઈમાં રહે છે. તે પણ સ્પષ્ટપણે કહે છે, “મારી પત્ની રીના ગૃહિણી છે પણ તે પોતાની રીતે ખર્ચ કરવા સ્વતંત્ર છે. હું તેને કોઈ સવાલ નહીં કરું, કારણકે કમાવાની મારી જવાબદારી હોય તો ઘર સંભાળવાની તેની. જોકે, એ મારી આવક, અમારાં રોકાણો, વીમો, વગેરે બાબતે સવાલો પૂછ્યે રાખે એ પણ મને નહીં ગમે.”

પતિ અને પત્ની આર્થિક રીતે સ્વતંત્ર-આત્મનિર્ભર હોય તે જ ખરી સ્વતંત્રતા એવું આજકાલ માનવામાં આવે છે. હકીકતમાં આ બાબત મૂળભૂત રીતે જ અયોગ્ય છે. તેનું કારણ એ છે કે પતિ અને પત્ની રથનાં બે પૈડાં હોય છે. તેઓ અલગ અલગ હોવા છતાં તેમણે પરસ્પર અવલંબન રાખીને ચાલવું પડે છે. તેમણે જીવન અને પરિવારનો રથ સંયુક્તપણે દોડાવવાનો હોય છે. બન્ને પૈડાં અલગ અલગ હોવા છતાં એકસાથે જ દોડે એ જરૂરી છે. એક પૈડું કામ ન કરે તો બીજું પણ ન કરી શકે.

પતિ-પત્ની શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરવા માટે પરસ્પર નિર્ભર હોય છે. તેમની સામાજિક જરૂરિયાતો પણ તેમણે સાથે મળીને જ સંતોષવાની હોય છે. દા.ત. ધાર્મિક વિધિઓ કરવી, વડીલોની સેવા કરવી, બાળકોને ઉછેરવાં, વગેરે. પાર્ટીઓમાં જવું કે બહાર ફરવા જવું એ બધામાં પણ એકમેકનો સાથ આવશ્યક છે.

લાગણીઓની બાબતે તેઓ પરસ્પર અવલંબન ધરાવે છે. માનસિક તાણ હોય, હતાશા હોય, સુખ હોય કે પછી આનંદની વહેંચણી કરવાની હોય, બધામાં એકબીજાનો સથવારો અને સધિયારો આવશ્યક હોય છે. પતિ-પત્નીએ એકબીજાના શ્રેષ્ઠ મિત્ર બનીને રહેવાનું હોય છે. બન્ને જણ એકબીજાના મૂડને સમજતાં હોય છે અને સાથ આપતાં હોય છે. જો શારીરિક, સામાજિક અને ભાવનાત્મક દૃષ્ટિએ તેમને એકબીજા વગર ચાલી શકતું ન હોય તો આર્થિક દૃષ્ટિએ પણ તેમના વચ્ચે પરસ્પર અવલંબન હોવું જોઈએ.

મહિલાઓને સદીઓથી વંચિત રાખવામાં આવી છે અને તેમનું શોષણ કરવામાં આવ્યું છે એ વાત તો સાચી જ છે, પણ હવે તેઓ પોતાની રીતે જીવવા મુક્ત છે એવું કહીને માત્ર તેમના નાણાકીય સ્વાતંત્ર્યનો આગ્રહ રાખવો એ ખરું સ્વાતંત્ર્ય નથી. આ જ રીતે પતિએ પણ પોતાની આર્થિક સ્થિતિ વિશે પત્નીને માહિતગાર રાખવી જરૂરી છે.

ખરું પૂછો તો, આ મામલો એવો છે કે તેમાં શું કરવું અને શું નહીં કરવું તેની સ્પષ્ટ માર્ગરેખા દોરી શકાય નહીં. આ પ્રશ્ન દરેક યુગલે જાતે જ સંભાળી લેવાનો હોય છે. વળી, આ કોલમમાં કોઈ પ્રવચન આપવાનો ઉદ્દેશ જરાપણ નથી. આપણે તો શાસ્ત્રોમાં નાણાકીય પરસ્પર અવલંબન વિશે જે કહેવાયું છે તેના પરથી ચર્ચા કરી રહ્યા છીએ.

આપણે શરૂઆતમાં જે ઉદાહરણ જોયાં તેમાં એકબીજાને સહયોગ આપવાની વાત છે, પરંતુ તેમાં હકીકત એવી હોય છે કે જે માણસ આપનાર હોય તેનો હાથ હંમેશાં ઉપર રહેતો હોય છે અને લેનારે કૃતજ્ઞતા દાખવવી પડતી હોય છે. આ બધી બાબતો લાગણીના નાજુક તાંતણાઓ છે. તેના વિશે કાળજીપૂર્વક વિચાર કરવાનો હોય છે. કોઈ પણ સંબંધમાં એકનો હાથ ઉપર હોય અને બીજાનો નીચો હોય ત્યારે જાણ્યે-અજાણ્યે, વહેલો કે મોડો, અહમ્ આવી જાય છે. આવું ન થાય તે માટે શાસ્ત્રોમાં સંયુક્ત હિસાબની વાત કરવામાં આવી છે.

બધા પૈસા બન્નેના હોય છે. બન્ને જણ તેના માલિક છે અને તેનું સંચાલન કેવી રીતે કરવું એ બન્ને જણ નક્કી કરે. પતિ-પત્નીમાંથી કોઈ એકનો હાથ ઉપર ન રહે, કોઈ કોઈના પર ઉપકાર કરતું નથી. કોઈ ઉપર નથી અને કોઈ નીચું નથી. બન્ને જણ સમાન છે. થોડા ઘણા અંશે બૅન્કના જોઈન્ટ અકાઉન્ટ જેવી આ વાત છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • 'Joint account'
  • Financial Planning
  • Gaurav Mashruwala
  • husband and wife
  • investment idea
  • money
  • Saving Money
  • Yogik sampada
Previous articleરાશિ ભવિષ્ય 28/01/2023
Next articleએક લડકી કો દેખા તો…
paresh

RELATED ARTICLESMORE FROM AUTHOR

Yogic Sampada

ધન કમાઈ લીધા પછીનો પુરુષાર્થ સુખમય અને પ્રસન્નતાપૂર્ણ જીવન જીવવા માટેનો હોવો જોઈએ

Yogic Sampada

સખાવત કરવાથી સંપત્તિ ઘટતી નથી

Yogic Sampada

બાળકની જેમ પૈસો ઉડાડી મૂકવો એટલે શું?

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • About us
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2023 Chitralekha. All rights reserved.