HSI-Indiaએ કોવિડ-19ના કાળમાં અનેક અબોલ જીવોની સંભાળ લીધી

અમદાવાદઃ કેરળમાં ગર્ભવતી હાથીની સાથે થયેલી ઘટનાને લઈને ચારે બાજુ આક્રોશ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ગામમાં ખાવાનું શોધમાં આવેલી હાથીણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખાધા પછી મોત થયું હતું. આ અનાનસ ત્યાંના સ્થાનિક લોકોએ આપ્યું હતું. આ જ રીતે દેશમાં લાખ્ખો કૂતરા કરડવાના કેસો બનતા હોય છે. લોકોને કૂતરું કરડવાથી હડકવા થવાનો ડર સતાવતો એટલો તીવ્ર થાય છે કે લોકો રખડતાં કૂતરાઓને ખોરાકમાં ઝેર ભેળવી કે નિર્દયી રીતે સળગાવી દેવા લાગ્યા છે. જેથી કૂતરાની વસતિ વધારવી એ પ્રાણી કલ્યાણ અને જાહેર આરોગ્ય સલામતીનો મુદ્દો છે. હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ-ઇન્ડિયા (HSI-India) એ નફા વગર ચાલતું એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન છે, જેણે શહેરોમાં ડોગ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને અભય સંકલ્પ શરૂ કર્યો છે.

ડોગ મેનેજમેન્ટ પ્રોગ્રામ

HSI-Indiaએ દેશમાં દહેરાદૂન અને નૈનિતાલ (ઉત્તરાખંડ), વડોદરા (ગુજરાત), ડિંડિંગુલ (તામિલનાડુ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ)માં સામૂહિત વંધ્યીકરણ અને હડકવાવિરોધી રસીકરણ પ્રોજેક્ટ લાગુ કરી રહી છે.

વડોદરામાં રખડતા કૂતરાની વસતિને નિયંત્રિત કરવા અને હડકવાને દૂર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી સપ્ટેમ્બર, 2017થી એનિમલ બર્થ કન્ટ્રોલ પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં HSI-Indiaએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફાળવેલા વોર્ડમાં કૂતરાઓની વસતિના 75 ટકા કૂતરાને વંધ્યીકરણ અને એમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી છે. સંસ્થાએ જામનગરમાં વંધ્યીકરણ અને ખસીકરણ કેમ્પ યોજ્યો હતો, જેમાં એમ. પી. શાહ ફેમિલી ટ્રસ્ટની સહાયથી 156 શેરી કૂતરાઓનાં ઓપરેશન અને રસી આપવામાં આવી હતી.

અભય સંકલ્પ

અભય સંકલ્પ દહેરાદૂન (ઉત્તરાખંડ, વડોદરા અને જામનગર (ગુજરાત) અને લખનૌ (ઉત્તર પ્રદેશ)માં કોમ્યુનિટી એગેંજમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત એક વર્ષમાં 500થી વધુ સોસાયટીઓમાં એ પહોંચી શક્યો છે. જેમાં લોકોને રખડતા કૂતરાઓને સાથે નિર્દયી વ્યવહાર ના કરવા અને માનવીય વ્યવહાર કરવા ભાર મૂક્યો હતો.

આ યોજના ઓક્ટોબર, 2018માં શરૂ કરવામાં આવી હતી. અને વડોદરામાં 129 રહેણાક સોસાયટીઓમાં આ કાર્યક્રમ યોજવા સંમતિ આપવામાં આવી હતી આમાં વયસ્કો અને બાળકો માટે 12 કૂતરાની વર્તૂણક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 ખોરાક અને પાણીનાં કન્ટેઇનર્સ સોસાઇટીઓમાં મૂકવામાં આવ્યાં હતાં. આ 129 સોસાયટોમાંના આ શેરી કૂતરાઓને વંધ્યકરણ અને રસી આપવામાં આવી હતી, જેમાં 170 સ્વયંસેવકો જોડાયા હતા.

કોવિડ-19ને પગલે લોકકડાઉનમાં શેરી કૂતરાઓ પર વિપરીત અસર

કોરોના સંકટને પગલે દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન શેરી કૂતરાઓ પર વિપરીત અસર થઈ હતી. એમને ખોરાક અને પાણીનાં ફાંફા પડતાં હતા. જોકે HSI-Indiaએ વડોદરા, જામનગર, લખૌ, દહેરાદૂન અને ડિંડિગુલમાં શેરી કૂતરાઓને ખોરાક આપવાની ઝુંબેશ ચલાવતી હતી. સંસ્થાએ બાંધકામ સ્થળોએ, હાઇવે, બજારમાં અને અન્ય વિસ્તારોમાં કૂતરાને ખોરાક આપવા સાથે એમની કાળજી લેવામાં આવી હતી. સંસ્થાએ આ શહેરો 44,430 ફૂડ પેકેટ્સ કૂતરાઓને આપ્યાં હતાં. વડોદરાતમાં પ્રતિદિન સવારે છ કલાકે બે ટીમો ખોરાક, પાણી અને ફર્સ્ડ એઇડ કિટ અને દવાઓ સાથે રવાના છઈને 3500 શેરી કૂતરાઓની સંભાળ લે છે.

આ ઉપરાંત સંસ્થાના અભય સંકલ્પ કાર્યક્રમ દ્વારા 100 સ્વસંસેવકો દૈનિક ધોરણે 460 કૂતરાઓની સંભાળ લે છે.