અંતે તો હેમનું હેમ હોયે…
|
હેમ એટલે સોનું. એના જુદાજુદા ઘાટ ઘડાયેલ આભૂષણો બનાવી શકાય. બંગડી અને બ્રેસલેટ પણ બનાવી શકાય તો વીંટી અને વેઢ પણ બનાવી શકાય. બાજુબંધ અને કુંડળ અથવા કંદોરો અને મંગળસૂત્ર ઘણાબધા દાગીના બની શકે.
મૂળ તો ભક્ત કવિ નરસિંહ મહેતાએ “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ” નામની રચનામાં આ વાત લંબાણપૂર્વક કહી છે. જુદાજુદા રૂપે વિલસી રહેલ શ્રી હરિ માટે તેઓ લખે છે –
“વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછ નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે.”
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)