બાવો કૂદ્યો કે વાંહે ચેલકીયે કૂદી

બાવો કૂદ્યો કે વાંહે ચેલકીયે કૂદી

 

કોઈ પણ વ્યક્તિની આડેધડ નકલ કરવી અથવા અનુસરણ કરવું એ કેટલાક લોકોનો સ્વભાવ હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ કશું પણ કરવા પ્રવુત્ત બને એટલે તરત આ નકલચી એની પાછળ કૂદી પડે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)