લેવાવાળાના તો બે હાથ છે, આપવાવાળો હજાર હાથ લઈ બેઠો છે

લેવાવાળાના તો બે હાથ છે, આપવાવાળો હજાર હાથ લઈ બેઠો છે

 

ભગવાન દયાળુ છે. એ આપવા બેસે ત્યારે એની અસીમ કૃપા હજારો હાથે વરસાવે છે. ભગવાનને આપણે હજાર હાથવાળો કહીએ છીએ. એવું કહ્યું છે, ‘ઉપરવાલા જબ ભી દેતા, પૂરા છપ્પર ફાડકે દેતા’. ઈશ્વરની આપવાની શક્તિ અગાધ છે, એની આ વાત છે.

આની સામે કોઈ માણસ તમારી પાસેથી કશું છીનવી લેવા ધારે તો એની પાસે બે હાથ હોય છે. એ લઈ લઈને કેટલું લેવાનો હતો? બે હાથથી શક્ય હોય તેટલું જ ને? આમ આપનાર એટલે કે ઈશ્વરકૃપા હોય તો પછી ‘ક્રીપા હોય શ્રી રામકી બાલ ના વાંકો હોય’.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)