ચમડી તૂટે પણ દમડી ન છૂટે |
દમડી એ એક પ્રકારનું જૂના જમાનાનું ચલણ હતું. દમડી એટલે ત્રાંબાનો એક સિક્કો. પહેલાના ચલણમાં રૂપિયાના ૬૪ પૈસા અને એવા એક પૈસાનો ચોથો ભાગ એટલે કે એક રૂપિયાના 256મા ભાગને દમડી કહેવાય.
સાવ મામૂલી રકમ ગણાય પણ માણસ જ્યારે એટલો બધો કંજૂસ હોય કે જાતે ઘસાઈ જાય પણ એના હાથમાંથી એક નાની રકમ પણ છૂટી ન થાય પછી ભલે તે પોતાની સવલત માટે જ કેમ ના હોય ત્યારે આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)