ભાભોજી ભારમાં તો વહુજી લાજમાં

ભાભોજી ભારમાં તો વહુજી લાજમાં

 

આપણી સમાજ વ્યવસ્થામાં નાના મોટા વચ્ચેના વ્યવહારોમાં એક માન અને મર્યાદાનું આવરણ રહેલું હોય છે. જે વ્યક્તિ નાની હોય તેણે પોતાનાથી વડીલ હોય અથવા માન આપવાને પાત્ર હોય તેને અચૂક માન આપવું જોઈએ અને તેની મર્યાદા પણ પાળવી જોઈએ.

 

પણ આવું એકતરફી થોડું બને? વડીલે પણ પોતાના સ્થાન અને મોભાનું ભાન રાખીને મર્યાદામાં રહેવું જોઈએ. સસરો અને વહુના સંબંધોમાં તો આ માન મર્યાદાનું અતિ વિશિષ્ટ મહત્વ છે. આ કહેવત થકી કહેવાયું છે કે વડીલ કે સસરો માનભેર વિનયશીલ રહે તો નાનેરૂં વહુવારૂ વિશેષ વિનયશીલ રહે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)