ભટ ભણે કે ટીપણું ફાડે?

   

      ભટ ભણે કે ટીપણું ફાડે?

 

કોઈ પણ ચોપડી વાંચવી હોય તો એનાં પાનાં ફેરવવા પડે. હળવી ભાષામાં એને ચોપડી ફાડી અથવા પાનાં ફાડ્યાં એમ કહેવાય. ચોપડી ફેરવી જાવ એટલે કે ભણો ત્યારે એમાં જે કાંઇ સાર તત્વ હોય, જે જ્ઞાન હોય અથવા જે બોધ હોય તે ગ્રહણ કરી શકો તો જ એ પાનાં ફેરવવાનો અથવા ચોપડી વાંચવાનો અર્થ સર્યો ગણાય.

ભટ્ટજી એટલે કે ભૂદેવ ભણે અથવા મૂરત કાઢવા માટે ટીપણું એટલે કે પંચાંગનાં પાનાં ફેરવે ત્યારે એ અપેક્ષિત છે કે આ પાનાં ઉપર લખાયેલું લખાણ અથવા જ્ઞાન એ સમજી લે અને તેમાંથી જે કાંઇ સાર ગ્રહણ કરવાનો હોય તેને પણ ગ્રહણ કરી લે. આમ માત્ર પાનાં ફેરવી જાય એટલે કે આખી વાત કોઈ કહી જાય પણ એ પાનાં ફેરવવાને અંતે અથવા વાતને અંતે મુદ્દો ન સમજાય ત્યારે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)