દાંતને જીભની ભલામણ ન કરવાની હોય |
દાંત અને જીભ એક સાથે રહેતા શરીરના અવયવો છે. આપણે દાંતથી ખોરાકને કાપી છીએ અને દળીએ છીએ પણ ખરાં. જીભ એ સંકોરીને કોળિયો બનાવવાનું કામ કરે છે. આ આખીય પ્રક્રિયામાં જીભને દાંત સાથે તાલમેલથી કામ કરવાનું હોય છે. આવું ન થાય અને જીભ દાંત હેઠળ કચડાઈ જાય (જે ક્યારેક બને છે પણ ખરું) ત્યારે લોહી નીકળે અને પીડા થાય છે. પણ મહદઅંશે દાંત અને જીભનો તાલમેલ એવો હોય છે કે નિરંતર આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. બંનેનો સંબંધ અતિનિકટનો એટલે કે ગાઢ હોય છે.
આમ જે કિસ્સામાં ખૂબ નિકટનો કે ગાઢ સંબંધ હોય તેમાં એકબીજા માટે ભલામણ કરવાની હોય જ નહીં. આપોઆપ સંભાળ લેવાઈ જ જાય એ અર્થમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)