![]() આવતી ધાડે વખ ન ખવાય |
ધાડ એટલે લૂંટારાઓની ટોળી ત્રાટકીને જે કામગીરી કરે તે – લૂંટફાટ. આવી લૂંટારુઓની ટોળી ચઢી આવે છે એવા સમાચાર માત્રથી ગભરાઈને ઝેર પીવા ના બેસાય.
ભય આવી રહ્યો છે ત્યારે એનો સામનો કરવાનો અને કાંઇ ન સૂઝે તો પલાયન થઈ જવાનો ઉપાય વિચારવો જોઈએ. ભયના આગમન પહેલાં જ ગભરાઈને આપઘાત ન કરી બેસાય – આવતી ધાડે વખ ન ખવાય.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
