|
માળવાનો રાજા રીઝ્યો ત્યારે મહુડાંની મૂઠી ભરાવી |
આ કહેવતમાં આપનારની ઉદારતા અને માનસિકતા છતી થાય છે. રાજા રીઝે તો એના મોભાને અનુરૂપ કાંઈક આપે, મુઠ્ઠીભર મહુડાં જેવી નગણ્ય ચીજ ન આપે. પૂ. ભાઈકાકાએ એમના સંસ્મરણોના પુસ્તકના પાન. નં. ૨૨૭ પર લખ્યું છે –
રાજપતિ જબ રિઝત હૈ, દેવત હૈ ગાંવ દો ગાંવ ઔર ગાડી.
ગાંવપતિ જબ રિઝત હૈ, દેવત હૈ ખેત દો ખેત ઔર વાડી.
ખેતપતિ જબ રિઝત હૈ, દેવત હૈ અન્ન, પાલી દો પાલી.

બનિયા કભી રિઝત નહિ, જબ રિઝત તો દેવત હૈ તાલી લો તાલી !
ભાઈકાકાના મતે અતિ બુદ્ધિશાળી અને ગણતરીબાજ વણિકની પાસેથી કાંઈક કઢાવવું ખૂબ દુષ્કર છે!
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)


