ગરમીની સિઝનમાં વસ્ત્રો તેમ જ સુંદરતાની સાથેસાથે ફૂટવેરનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. અત્યારે ફિલપફ્લોપ કે ખુલ્લી મોજડી ન પહેરી શકાય. તો આ સિઝન માટે યોગ્ય વિક્લ્પ છે સ્નીકર્સ. જેને તમે કોઈ પણ પોશાક સાથે પહેરી શકો છે અને સ્કિની મોજાં સાથે પહેરશો તો ગરમીમાં ઘૂંટણની કે પગની ત્વચા પણ ટેન નહીં થાય.
હાલના સમયમાં સ્નીકર શૂઝ ફક્ત ડેનિમ કે સ્પોર્ટસ વેર સાથે જ નથી પહેરાતાં પરંતુ તેને તમારા પરંપરાગત વસ્ત્રો સાથે પણ પહેરી શકો છો. તમને યાદ કરાવું તો આ પ્રકારનો પ્રયોગ સોનમ કપૂરના હસબન્ડ આનંદ આહૂજાએ તેના રિસેપ્શનમાં હેવી લૂક આપતી શેરવાનીની નીચે વ્હાઇટ સ્નીકર પહેર્યા હતા. તે સમયે આનંદ આહૂજાના આ ડ્રેસિંગની ઘણી ચર્ચા થઈ હતી. કેટલાકને આ પ્રકારનું ડ્રેસિંગ ગમ્યું તો કેટલાકને ન ગમ્યું. તો વળી વર્ષના અંત પહેલાં દીપિકા પાદુકોણે તેના રિસેપ્શનમાં પહેરેલા શીમરી રેડ ગાઉન સાથે ડાન્સ કરતી વખતે સ્નીકર્સ પહેર્યા હતા. એટલે કહી શકાય કે હવે સ્નીકરને તમે તમારા પરંપરાગત વસ્ત્રો સાથે પણ પહેરી શકો છો.સ્નીકર એટલે આ શૂઝમાં રબરના સોલ આવતા હોવાને કારણે આ પગરખાં સ્નીકરના નામે ઓળખાય છે પગરખાંમાં રબરના સોલ હોવાને કારણે ચાલતી વખતે બિલકુલ અવાજ આવતો નથી. તેથી તે પહેરવામાં પણ સરળ રહે છે વળી ઓફિસ કે અથવા તો જ્યાં બિલકુલ શાંતિ રાખવાની હોય છે તેવી જગ્યાએ સ્નીકર પહેરવાથી અવાજ આવતો નથી.ફેશન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે વ્યક્તિ સ્નીક-અપ એટલે કે તમારી બાજુમાંથી ચાલતી જતી રહેશે તો પણ તમને ખબર નહીં પડે અને માટે જ એનું નામ સ્નીકર છે..આ સ્નીકર તમે ઘણા પોશાક સાથે સરળતાથી પહેરી શકો છો. તેમાંય વળી શિયાળાની સિઝનમાં તમે સ્નીકર પહેરવાની મજા સરળતાથી લઈ શકો છો હવે તો અલગ અલગ બ્રાન્ડ જુદા જુદા રંગમાં અને સ્ટાઇલમાં સ્નીકર્સ ડિઝાઇન ઉપલબ્ધ કરાવી રહી છે. અને આ પ્રકારના સ્નીકર તમે પરંપરાગત વસ્ત્ર્ ઉપરાંત જમ્પ સૂટ, સ્કર્ટ, લોંગ ફ્રોક ઉપર પણ પહેરી શકો છો. અને સ્નીકરનો ફાયદો એ છે કે તે નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકોને પહેરવામાં તેમજ પહેરીને ચાલવામાં ઘણા અનૂકૂળ રહે છે
તમે પણ હજુ સુધી સ્નીકર્સને સ્પોર્ટી લૂક માટે માત્ર જીન્સ અને ક્રેપીની નીચે પહેરો છો તો હવે તેણે શૉર્ટ ડ્રેસ, મિની સ્કર્ટ, મેક્સી ડ્રેસ અને મેટાલિક સ્ક્રર્ટની સાથે ટ્રાય કરી શકો છો. જે લૂકને યૂનિક બનાવવાની સાથે જ સ્ટાઇલિશ લૂક પણ આપે છે.અલગ-અલગ રીતના સ્નીકર્સ કમ્ફર્ટેબલ લૂક માટે પણ પરફેક્ટ ઑપ્શન હોય છે તો ચાલો જાણીએ કે, સ્નીકરને કેવા ડ્રેસીસની નીચે પહેરી શકાય છે.
જો તમે અત્યાર સુધી શોર્ટ ડ્રેસીસની જોડે માત્ર હિલ્સ અને ફ્લેટ્સની સાથે પહેરો છો તો તમે અલગઅલગ કલરના સ્નીકર્સ ટ્રાય કરી શકો છો. જે તમને સ્ટાઇલિશ અને યૂનિક લૂક આપશે. પ્લેન, ફ્લોરલ અને સ્ટ્રાઇપ્ડ જમ્પસૂટની સાથે સ્નીકર્સ પહેરવાની કૂલ લૂક મળશે. મોહક જમ્પસૂટ અને સ્નીકર્સનું કૉમ્બિનેશનને તમે કેઝ્યુઅલથી લઇને ફોર્મલમાં પણ કેરી કરી શકો છો. મેક્સી ડ્રેસ તમને ગર્લી લૂક આપશે જેની સાથે હિલ્સનું કૉમ્બિનેશન પરફેક્ટ લાગે છે પરંતુ સ્નીકર્સની સાથે પણ તેણે ટીમઅપ કરી શકાય છે. જે તમારા ગર્લી લૂકને ડિફરન્ટ બનાવશે.
પાર્ટી અને હેંગઆઉટ્સમાં મિની સ્કર્ટ કેરી કરતાં હોવ તો તમને કમ્ફર્ટેબલ લૂક આપવાની સાથે સ્નીકર્સ પેર કરો. જે પાર્ટીમાં તમારી સ્ટાઇલ અને કમ્ફર્ટ બંને મેન્ટેઇન કરશે. સાઇડ સ્લિટ ડ્રેસની સાથે સ્નીકર્સનું કૉમ્બિનેશન સ્પોર્ટી લૂક આપે છે. જેની સાથે તમે ફ્લોરલ અથવા તો પ્લેન દરેક સ્ટાઇલના સ્નીકર્સ ટ્રાય કરી શકો છો.