મનગમતા તહેવાર તથા લગ્ન પ્રસંગો નજીકમાં હોય ત્યારે તહેવાર મહિલાઓ જ્વેલરીના ઝગમગાટથી કેવી રીતે દૂર રહી શકે? દીવાળી ક્લેક્શન અથવા તો આવનારા પ્રસંગો માટે તમે ખાસ જ્વેલરી ડિઝાઇન કરાવવાના હો અથવા તો જ્વલેરી ખરીદવાના હો તો, તમારા માટે જ ખાસ તૈયાર થયેલા વિશિષ્ટ દિવાળી ક્લેક્શન પર નજર નાંખવાનું ચૂકતા નહીં… આપણે આજે ટૂંકમાં દરેક પ્રકારના કલેકશન વિશે વાત કરીશું ત્યાર બાદના અંકોમાં આ જવેલરી અંગે વિગતવાર માહિતી પણ મેળવીશું. સ્ત્રીઓએ પોતાના જ્વેલરી ક્લેક્શન તે પછી ઇમિટેશન હોય કે ગોલ્ડ –કેટલાક પ્રકારની ફન્કી જ્વેલરી રાખવી જોઈએ . જે દરેક પ્રકારના ડ્રેસિંગ સાથે સૂટ થશે.
પર્લ વિથ વ્હાઇટ ગોલ્ડ
પર્લની સુંદરતા અને સોમ્યા હંમેશા રજવાડી ઠાઠ અને દમામ બક્ષે છે. અન્યથી વિશિષ્ટ તરી આવવા માટે માટે આ વખતે તમારા કલેક્શનમાં ઉમેરો પર્લ,ગોલ્ડ અને વ્હાઇડ ગોલ્ડનું કોમ્બિનેશન. પર્લમાં વ્હાઇટ તો એવરગ્રીન પસંદ છે જ પરંતુ તમે જો પર્પલ,રેડ, લાઇટ બ્લૂ જેવી પર્લ જ્વેલરી પહેરવા માંગતા હો તો પણ તમને ઘણા વિકલ્પ મળી રહેશે.
ટેમ્પલ જ્વલેરી
તહેવારની સાથોસાથ જોડાયેલું ધાર્મિક માહાત્મય જ્વેલરી ડિઝાઇનમાં પણ છલકાય છે. માંગલિક પ્રસંગમાં કે તહેવારની પૂજામાં પહેરવા માટે ગણપતિ, ક્રિશ્ના અને લક્ષ્મીજી ઉપરાંત તમે વિષ્ણુ, ગણપતિના વિવિધ સ્વરૂપો, નાગદમન જેવી કૃષ્ણ લીલાને પેન્ડન્ટમાં બનાવડાવીને અલગપ્રકારનું ટેમ્પલ જ્વેલરી ક્લેક્શન તૈયાર કરાવડાવી શકો. ટેમ્પલ જ્વેલરી થોડા હાર્ડ ફોર્મમાં હોવાથી દક્ષિણમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ મેટ્રો અને મેગા સિટીની આધુનિકાઓને પસંદ પડે તેવું ડિઝાઇનર ક્લેક્શન પણ મળી રહ્યું છે. ગિફ્ટ આપવા માટે પણ ટેમ્પલ જ્વેલરી એક ઉમદા વિકલ્પ છે.
એનિમલ જ્વેલરી
ટીનેજર્સ સંતાનો તથા યુવા મિત્રોને ભેટમાં આપવા તથા એક અલાયદું ક્લેક્શન તમારા જ્વેલરીબોક્સમાં સામેલ કરવા માગતા હો તો એનિમલ જ્વેલરી ખાસ તમારા માટે જ છે. મોર તો આપણી જ્વેલરી ડિઝાઇનમાં વર્ષોથી દબદબો ભોગવે છે ત્યાર બાદ આઉલ જ્વેલરી પણ લોકોને ખૂબ જ પસંદ આવી છે જો તમારે કંઇક હટકે ડિઝાઇન પસંદ કરવી હોય તો તમે બટરફ્લાય એરિંગ્સ અને રિંગ અને નેકલેસ, કેટ રિંગ, પેરોટ બ્રોચ, પાન્ડા રિંગ, ફ્રોગ રિંગ અને એરિગ્સ, ડ્રેગન પેન્ડન્ટ, ફિશ પેન્ડન્ટ જેવી અલગ અલગ એનિમલ ડિઝાઇ ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ અને સ્ટોનના કોમ્બિનેશનથી બનાવડાવી શકો છો.
આ ઉપરાંત ગોલ્ડમાં તો વિવિધ ડિઝાઇન સ્ત્રીઓને આકર્ષે છે. તેમાં પણ તમે એન્ટિક કે જડતર વિથ ગોલ્ડની પસંદગી કરી શકો છો.