આઇસક્રીમ. નામ સાંભળતા જ ઠંડી ઠંડી અને ડીલીશ્યસ ફિલિંગ આવી જાય. ખૂબ ઓછા લોકો હોય છે જેમને આઇસક્રીમ ન ભાવે. આઇસ્ક્રીમમાં એટલી વેરાઇટીઝ હોય છે કે દરેકને કોઇને કોઇ તો ભાવતુ ઓપ્શન મળી જ રહે આઇસક્રીમમાં. કોઇને કસાટા ભાવે, તો કોઈને અમેરિકન ડ્રાયફ્રુટ, કોઇ સ્વીસ કેક પસંદ કરે તો કોઇ ફ્રુટ ફ્લેવર, કોઇને વળી આઇસક્રીમ કેક પસંદ પડી જાય. અને છેલ્લે વેનિલા તો ખરુ જ. સાદુ અને સિમ્પલ.
પણ આ બધી વેરાઇટીઝ સિવાય પણ કેટલીક વિચિત્ર વેરાઇટીઝ આઇસક્રીમમાં ઉપલબ્ધ છે. દુનિયાભરમાં આઇસક્રીમની વિચિત્ર વેરાઇટીઝ અવેઇલેબલ છે. એ પણ એવી કે નામ સાંભળીને જ દિમાગમાં મોટું પ્રશ્નાર્થ ચિહ્ન બની જાય. આવી જ કેટલીક વિયર્ડ આઇસક્રીમ વેરાઇટી દુનિયાના અલગ અલગ દેશોમાં મળે છે. જે માત્ર નામથી જ અલગ નથી પણ સાથે તેમાં ફ્લેવર પણ અલગ જ છે.
- હની જેલેપિનો પિકલ, યુએસએ.
નામથી ગેરમાર્ગે દોરાતા નહીં. આ આઇસક્રીમનો ખુબ જ રિફ્રેશીંગ ફ્લેવર છે. આ આઇસક્રીમમાં કાકડી, મધ અને જેલેપિનો વાપરવામાં આવે છે. અને લોકલ ક્રીમ મિક્ષ કરીને આઇસક્રીમ બનાવવામાં આવે છે.
- સ્મર્ફ ફેલાટો, યુએસએ.
આ બાળકોને ગમી શકે તેવું આઇસક્રીમ છે. આ આઇસક્રીમ બ્લુ જીલેટો પાલડરમાં માર્શમેલો, સ્વીટ ક્રીમના ટોપિંગથી બને છે અને ઘણી બધી ચોકલેટ ચિપ્સ નાંખીને તેને તૈયાર કરવામાં આવે છે.
- બનાના કરી, શિકાગો.
નામ પરથી આ ભલે ભારતીય વાનગી લાગે પણ ભુલ નહીં કરતાં આ શિકાગોની એક ડેઝંર્ટ વાનગી છે. જે તાજા કેળાંમાં ખટમીઠો સ્વાદ ઉમેરીને બનાવાઇ છે. નહીં વધારે ખાટું કે નહીં વધારે મીઠું. પરફેક્ટ સ્વીટ એન્ડ સોલ્ટી ફ્લેવર વીથ ફ્રેશ બનાના.
- સ્વીટ કોર્ન ગેલાટો, યુએસએ.
મકાઇ પસંદ છે તો આ તમારા માટે છે. મકાઇની ડેઝર્ટ! છે ને અચરજ પમાડે તેવી વસ્તુ. મકાઇ પર વ્હીપ્ડ ક્રીમનું ટોપિંગ કરીને બનાવેલા આ આઇસક્રીમમાં સ્વીટ જર્સી કોર્ન, ફ્રેશ ક્રિમ, ખાંડ તેમજ કેરેમલ અને સી-સૉલ્ટનો ઉપયોગ થાય છે.
- લોબસ્ટર આઇસક્રીમ, મૈને
જેવો દેશ તેવો વેશ, એ કહાવત તો આપણે જાણીએ જ છીએ. એટલે જ્યાં હોઇએ તેવો પરિવેશ ધારણ કરવો. પણ જો તમે ઉત્તરપુર્વીય અમેરિકાના ન્યુ ઇંગલેન્ડ પ્રાંતના ઉત્તરીય છોર પર આવેલા મૈનેમાં છો તો તમે ટ્રાય કરજો લોબસ્ટર આઇસક્રીમ. ઓફકોર્સ નોનવેજ ખાતા હોવ તો જ. મૈને આમ પણ લોકલ સી ફુડ ડીશીઝ માટે પ્રખ્યાત છે. અને એ જ સ્પેશ્યાલીટી આઇસક્રીમ ફ્લેવરમાં પણ છે.
- કેરોટ કૅક, યુએસએ.
તમે વિચાર્યુ પણ ન હોય કે ગાજરનું પણ આઇસક્રીમ બને. પણ યુએસએમાં તે બને છે. મીઠા ગાજર કે જેને ચાસણીમાં ડૂબાડીને મીઠા બનાવેલા હોય, ડ્રાય બેરીઝ કે જે કરંટ્સ કહેવાય છે તે અને મસાલેદાર પેકન્સ જે અખરોટ જેવુ જ ડ્રાય ફ્રુટ છે પણ સ્વાદ અને ગુણધર્મમાં અલગ છે. આ તમામને વેનિલા આઇસક્રીમ સાથે મિક્ષ કરીને તેનો સ્કૂપ કોનમાં સર્વ કરો એટલે તૈયાર થઇ જાય કેરોટ કૅક કોન.
- પરમેસન ગેલાટો, ઇટલી
ઇટલી એમ પણ તેના ડીલીશ્યસ ગેલાટોઝ માટે પ્રખ્યાત છે. અલબત્ત તેમાં કેટલાક વાઇલ્ડ ફ્લેવર્સ પણ છે. એવુ જ એક એટલે પરમેસન ગેલાટો. જો તમને સ્વાદિષ્ટ આઇસક્રીમ ખાવુ ગમે છે અને ચીઝ તમારુ ફેવરેટ છે તો કદાચ પરમેસન ગેલાટો તમારા માટે ઉત્તમ વિકલ્પ છે.કીટી કીટી બેંગ બેંગ, યુએસએ
ડરતા નહીં, નામ પ્રમાણે કીટી નથી આવતી આ આઇસક્રીમમાં. કીટી કીટી બેંગ બેંગ એ ક્રીમ ચીઝ્ડ ફ્લેવરનું આઇસક્રીમ છે. જેમાં રાસબેરી અને સાથે ક્રશ કરીને ઓરિયો કૂકીઝ તેમજ મીલ્ક ચોકલેટના ચંક નાખવામાં આવે છે. જો તમે ફ્રુટ ફ્લેવર કે ચોકલેટમાં કન્ફ્યુઝ હોવ તો આ ફ્લેવર તમારા માટે સારો ઓપ્શન છે કારણ કે આ ફ્લેવરમાં તમને બંનેનો સ્વાદ મળી રહેશે.
- વિસ્કી પ્રૂન, ઓસ્ટ્રેલિયા.
એકદમ યુનિક ફ્લેવર ઓફ આઇસક્રીમ. ઓસ્ટ્રેલિયાની આ ફેમસ આઇસક્રીમની રેસીપી આઇરીશ છે. મસ્કરપોન આઇસક્રીમમાં સૂકી કાળી દ્રાક્ષ અથવા જરદાલુને વિસ્કીમાં સોક કરીને તેને વિસ્કીથી પકવીને નાખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં વિસ્કી લવર્સ માટે આ એકદમ સુટેબલ ચોઇસ છે.
- ટકીલા, મેક્ષિકો
ટકીલા ફ્લેવરનું આઇસક્રીમ નામ પ્રમાણે જ ટકીલા ધરાવે છે. મેક્સિકોમાં મળતુ આ આઇસક્રીમ ત્યાંની લોકલ ફેવરિટ આઇટમ છે. આલ્કોહોલની સાથે આઇસક્રીમ એટલે મેક્સિકોમાં રવિવારે પુલના કિનારે લોકો આ આલ્કોહોલ સહિતના ક્રીમી સ્મુધ આઇસક્રીમની મજા માણતા તમને દેખાઇ જાય તો નવાઇ નહીં. હા પણ શરત છે તમારે મેક્સિકો જવુ પડે.
- સ્ક્વીડ ઇંક, જાપાન
વિચિત્ર નામ અને ફ્લેવરના આઇસક્રીમની વાત કરીએ તો જાપાનના સ્ક્વીડ ઇંક ફ્લેવરને બાકાત ન જ રાખી શકાય. આ આઇસક્રીમનો કલર જ તેની વિચિત્રતા વ્યક્ત કરી દેશે. જો કે આ ફ્લેવરના સ્વાદ અંગે મતમતાંતર છે. કોઇ સ્વીટ કહે છે તો કોઇ સોલ્ટી, કોઇને મેટાલિક સ્વાદ પણ આવ્યો છે તો કોઇને ફીશ જેવો પણ. એટલે એ તો તમારે જાતે જ ટેસ્ટ કરીને નક્કી કરવુ પડશે.
નામ સાંભળીને અને તેનુ વર્ણન જાણ્યા બાદ હવે તમે જ નક્કી કરી લો કે તમારે આ વિચિત્ર આઇસક્રીમ તમારે ખાવો કે ન ખાવો. હેવ ફન.