‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ.
* જન્મ ૬ઠ્ઠી એપ્રિલે અમૃતસર (પંજાબ)માં થયો.
* ઘરમાં બધાં લાડથી જિતુ કહે છે.
* ઊંચાઈ પ ફૂટ ૬ ઈંચ અને વજન ૯૦ કિલો છે.
* આંખો ઘેરી ભૂરી, વાળ કાળા અને ચામડી ઘઉંવર્ણી છે.
* બાળપણ મુંબઈમાં વીત્યું.
* મુંબઈની જયહિંદ કૉલેજમાં ફર્સ્ટ ઈયર સુધી ભણ્યો છે. કોર્મસ એનો માનીતો વિષય રહ્યો છે.
* હિંદી, ઉર્દૂ, પંજાબી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓ સરસ જાણે છે.
* સૌથી પહેલી ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરોને’.
* અભિનય અગાઉ ફિલ્મોમાં ઈમીટેશન ઘરેણાં પૂરા પાડતો.
* જ્યોતિષમાં ઊંડી શ્રદ્ધા છે.
* સવારે મોટરમાં બેસવા અગાઉ સાઈબાબાને યાદ કરે છે.
* સવારે નાસ્તાને બદલે બે ગ્લાસ દૂધ પીએ છે.
* શાકાહારમાં ગાજરનો હલવો ખૂબ ભાવે.
* વિદેશમાં લંડન અને પેરિસ ખૂબ ગમે.
* વિદેશી કલાકારોમાં ઓમર શેરીફ, માર્લોન બ્રાન્ડો અને પોલ ન્યૂમેન તથા દેશી કલાકારોમાં શમ્મી કપૂર, દેવ આનંદ અને દિલીપ કુમાર માનીતા છે.
* શાંત સરળ આદમી છે. ગુસ્સે થાય તો થોડીવાર માટે.
* સફેદ બૂટ વધુ ગમે.
* રવીન્દ્રનાથ ટાગોરને આદર્શ માને છે.
* કોઈ મહત્ત્વની વ્યક્તિ હોય તો જ ફોન પર વાત કરે છે.
* ઘેર લેંઘો-ઝભ્ભો અને શૂંટીંગ કે પાર્ટીમાં સફેદ પેન્ટ અને પહેરે છે.
* બધી જાતના નૃત્યો જાણે છે.
* ‘નવરંગ’માં એક જ્યુનિયર તરીકે પહેલીવાર પરદા પર ચમક્યો હતો.
* એક સમયે ફિલ્મો જોવાનો જબરો શોખ હતો. પોતાની દુકાનમાંથી પૈસા ચોરીને ફિલ્મો જોતો.
* પુસ્તકો-સામયિકો ભાગ્યે જ વાંચે છે.
* એક લાંબી ચમકતી મોટરમાં પ્રકાશ ભણી પોતે ધસી રહ્યો છે એવું સ્વપ્ન વારંવાર જુએ છે.
* ટેનિસ, બેડમિન્ટન અને સ્વીમિંગ માનીતી રમતો છે.
* મોટર ઝડપથી હાંકે છે.
* સફેદ રંગ માનીતો છે.
* દરેક પ્રકારનું સંગીત ગમે.
* માનીતું પુસ્તક ‘હનુમાન ચાલીસા’ છે.
* ખાસ પાર્ટીઓમાં જાય.જન્મદિનની પાર્ટી પત્ની અને બન્ને બાળકો સાથે ઊજવે છે.
* ડાયેટીંગ ખૂબ કરે છે. બપોરે ફક્ત સલાડ અને દહીં લે છે.
* રોજ સવારે અડધો કલાક વ્યાયામ કરે છે.
* રજાના દિવસે પરિવાર સાથે મડ આયલેન્ડ પરની પોતાની કોટેજમાં રહે છે.
* લતા મંગેશકરનો જબરો ચાહક છે. એના સંગ્રહમાં સૌથી વધુ રેકૉર્ડો લતાની છે.
* રોજ નાહીને પૂજા કરે છે. ભગવાનમાં અટલ શ્રદ્ધા છે.