તહેવારનો સમય હોય અને સરસ મજાના વસ્ત્રો પહેર્યા હોય, પરંતુ જો તેની સાથે કોઈ આડેધડ પરફ્યૂમ છાંટ્યું હોય તો આખાય પહેરવેશની મજા મરી જાય છે. તમે તમારી આસપાસ ઘણી વાર નોંધ્યું હશે કે, વ્યક્તિની વસ્ત્રસજ્જા સરસ હોય પરંતુ તેણે છાંટેલા પરફ્યૂમથી બધી મજા મરી જતી હોય છે. જોકે, એમાં કોઈ વ્યક્તિનો પણ વાંક નથી. આજકાલ પરફ્યૂમ એટલા બધી સુંગધની વરાયટીમાં તથા બ્રાન્ડમાં મળે છે કે આપણે લેવામાં કન્ફ્યૂઝ થઈ જઈએ. તો આજે જાણીએ કે કેવી રીતે પરફ્યૂમની પસંદગી કરવી જોઈએ.
જ્યારે તમે પરફ્યૂમ ખરીદો ત્યારે પહેલા તો એ બાબતની ખાતરી કરો કે કોઈ પ્રકારની સુંગધથી એલર્જી તો નથી ને, કારણ કે ઘણી વાર લોકો પરફ્યૂમની આકર્ષક બોટલ જોઈને જ પરફ્યૂમની ખરીદી કરી લેતા હોય છે પણ જ્યારે તે બોટલ ખોલીને સ્પ્રે કરે પછી તેની સુગંધ ગમતી નથી. આથી કેટલીક બાબતો નું ધ્યાન ચોક્કસપણે રાખવું જોઈએ.
પરફયૂમની બોટલ પર તેની ફ્રેગરન્સ વિશે માહિતી હોય છે તે ચેક કરવું. ઉપરાંત પરફ્યૂમને એક સ્ટ્રિપ પર રાખીને સ્પ્રે કરવું. જેથી તેની સ્મેલ તમને ખબર પડે. જો સ્ટ્રીપ પર સુગંધ પાંચ થી દસ મિનિટ સુધી રહે તો એ પરફયૂમ લાંબા સમય સુધી મહેક્યા કરે છે. પરફ્યૂમ ઘણા લોકો કાંડા પર છાંટીને તેની સ્મેલ કેવી છે તે જાણતા હોય છે.
ખાસ કરીને જે નિષ્ણાત હોય તેઓ એટેન્ટેડન્ટ તરીકે હાજર હોય છે. તો તેમને પૂછીને સ્મેલ અંગે માહિતી મેળવીને પછી જ પરફ્યૂમની ખરીદી કરવી ઉત્તમ રહેશે. ઘણી વાર પરફ્યૂમ છાંટયા પછી કેટલાક લોકોનું માથું દુખવા લાગે છે અથવા તો અનઇઝીનેસ ફીલ થાય છે અથવા તો સ્પ્રે કર્યું હોય ત્યાં ફુલ્લીઓ પણ થઈ જાય છે. જો આવું થતું હોય તો તમારે સમજી લેવું કે તમને પરફ્યૂમની એલર્જી છે.
પરફ્યૂમ આર્ટિફિશિયલ સ્મેલના તથા કુદરતી સ્મેલના મળે છે તેમાં મોટા ભાગે લોકો લેવેન્ડર, ચંદન, જાસ્મીન, કે રોઝ પસંદ કરતા હોય છે. હવે તો પરફ્યૂમ માર્કેટ ઘણું અપડેટ થયું છે તેના પરિણામે ગલગોટા, જેવા ફૂલથી માંડીને ગ્રીન એપલ, લેમન, પિયર, ઉપરાંત ઓરેન્જ, અનાનસ જેવી ફ્રૂટ ફ્લેવર ધરાવતા પરફ્યૂમ પણ મળે છે.બાળકો માટે સાવધાની પર્વક કરો સ્પ્રેની પસંદગી
માતા પિતાની સાથે સાથે બાળકો પણ પરફ્યૂમ છાંટતા હોય છે ત્યારે પેરેન્ટસે વિશેષ કાળજી રાખીને સ્પ્રેની પસંદગી કરવી અને ઉપર જણાવ્યા તે તમામ મુદ્દાઓનું ધ્યાન બાળકોના સ્પે ખરીદતી વખતે રાખવું. આમ તો બાળકોના સ્ટોરય માં બાળકોની વયને અનુરૂપ સ્પ્રે મળતા જ હોય છે. બાળકોને ફ્રૂટની સ્મેલ વધારે પસંદ આવે છે તેથી તમે ઉપર જણાળવ્યું તે મુજબની વિવિધ ફ્રૂટ ફ્લેવરની પસંદગી બાળકોના સ્પ્રે માટે કરી શકો છો.
સ્પ્રે કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જેમાં ડીઓ સ્પ્રે તથા પરફ્યૂમ સ્પ્રે અલગ બાબત છે. પરફ્યૂમ માઇલ્ડ સ્પ્રે કરવું તેમજ ડોક ઉપર તેમજ કાંડા પર પરફ્યૂમ કરવું જોઈએ. કપડાં પર સ્પ્રે ન કરવું.
જરીવાળા કપડાં કે ડિઝાઇન બોર્ડર પર સ્પ્રે ન કરવું . તેના કારણે જરી કાળી પડી જવાની શક્યતા રહે છે. ઘરેણાં, બ્રોચ વગેરે પર સ્પ્રે ન કરવું. ઘરેણાં પહેરતા પહેલા જ પરફ્યૂમ કરી લેવું જેથી ઘરેણાં ન બગડે.