Courtesy: Nykaa.com
ફ્રીલાન્સ ફોટોગ્રાફરો આજકાલ અસંખ્ય થઈ ગયા છે. તેઓ એરપોર્ટ પર આવતી-જતી સેલિબ્રિટી વ્યક્તિઓનો સતત પીછો કરતાં હોય છે અને એમની તસવીરો ક્લિક કરીને ઈન્સ્ટાગ્રામ પર મૂકતાં હોય છે. આને કારણે સેલિબ્રિટી વ્યક્તિઓ માટે એરપોર્ટ પર આસાનીથી આવ-જા કરવાનું કઠિન બની ગયું છે. પ્રિયંકા ચોપરાને તો વિમાનમાં ઘર જેવું જ લાગે છે. રજાની બાબતમાં કહું તો, અમે પણ સામાન્ય માણસો જ છીએ. રજા એટલે મારે મન તો ભારે મેકઅપ તથા એના સામાનથી છૂટકારો! અને તે સાથે જ શરૂ થાય છે અમારું પડદા પાછળનું, વગર મેકઅપનું જીવન કે જેમાં અમારી સૂજી ગયેલી આંખોના ભારે પોપચાં, સૂકી ત્વચા, સૂકા હોઠ તેમજ નિસ્તેજ કેશ.’
જો તમારે પણ કોઈ ફિલ્મસ્ટારની જેમ પ્રવાસ કરવો હોય તો ટ્રાવેલ ક્ષેત્રનાં નિષ્ણાતો તરફથી અમુક બ્યુટી સીક્રેટ્સ અહીં પ્રસ્તુત છે. અહીં પાંચ સુપરસ્ટાર અભિનેત્રીઓ એમને જેને માટે ગર્વ છે એ વેનિટી કેસ વિશે વાતો કરે છે. કદાચ તમને ઉપયોગમાં આવે…
તો ચાલો સફર શરૂ કરીએ…
કેટરિના કૈફ
‘મારાં અંગત પ્રવાસો એટલે બસ નિરાંત જ નિરાંત. મારે વિવિધ પ્રકારની રહેણીકરણીવાળા વિસ્તારોમાં જવાનું રહેતું હોય છે એટલે નવી નવી જગ્યાઓએ એડજસ્ટ થવામાં અને નવા પ્રકારનાં લોકો સાથે પણ સહજતાથી ભળી જવામાં મને સહેલું પડે છે. વધુમાં, મેં જે તે સ્થળ વિશે કંઈ વાંચ્યું હોય અથવા સાંભળ્યું હોય તેના વિશે કંઈક વધુ જાણવાનો પ્રયાસ કરું જે મારે માટે નવું જ હોય.’
પ્રવાસમાં આવશ્યકઃ ‘હું હંમેશાં મારાં સામાનમાં સનસ્ક્રીન લોશન, લિપ બામ, મોઈશ્ચરાઈઝર ક્રીમ, ક્લિન્સર તથા કેશ ફ્રીઝ-ફ્રી રહે એવું લાઈટ-વેઈટ તેલ રાખું છું.’
અગત્યની ટિપઃ ‘હું પ્રવાસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીઉં છું. આલ્કોહોલ, સુગર તથા કાર્બનયુક્ત પીણાં પીવાનું હું ટાળું છું, કારણ કે હવાનાં દબાણવાળા વાતાવરણમાં આવા પીણાંથી ડીહાઈડ્રેટિંગ થતું હોય છે. વિમાન સફર દરમિયાન હું શક્ય એટલી વધારે ઊંઘ કરી લઉં છું.’
પ્રિયંકા ચોપરા
‘વિમાનમાં તો મને ઘર જેવું જ ફીલિંગ આવે… પ્રવાસોએ તો મારી જિંદગીને સાવ બદલી નાખી છે. જો તમારે જિંદગીમાં આગળ વધવું જ ન હોય તો તમારે પ્રવાસ કરવાનું બંધ કરી દેવું જોઈએ. પ્રવાસ તો તમારી કલ્પનાશક્તિને ખીલવે છે, તમને જિંદગીનો નવો અનુભવ કરાવે છે.’
પ્રવાસમાં આવશ્યકઃ ‘મને તો મારાં ચહેરા, બોડી તથા હાથને મોઈશ્ચરાઈઝ કરવાનું બહુ ગમે. શક્ય બને તો વિમાન લેન્ડ થાય એની ૧૫-૨૦ મિનિટ પહેલાં ફેસમાસ્ક લગાડી દેવું. એનાથી ચહેરા પર મોઈશ્ચર વધે છે.
અગત્યની ટિપઃ ‘હું તો ફ્લાઈટ આગળ વધે એમ સફરનો આનંદ માણું. અરે મજા કરવાની.’
જેક્લીન ફર્નાન્ડિસ
‘સ્કૂલનાં દિવસો તમને શિસ્ત શિખડાવે છે. પણ યુવાન વયમાં પ્રવાસ કરવાથી ઘણું શીખવા મળે છે. જુદાં જુદાં પ્રકારનાં લોકોને મળવાનું થાય, ઓળખાણ થાય. એનાથી તમને દુનિયાભરનો અનુભવ મળે છે.’
પ્રવાસમાં આવશ્યકઃ ‘સનગ્લાસીસ તથા સનસ્ક્રીન લોશન જરાય ભૂલું નહીં. મારી સ્કીનને તડકાથી રક્ષણ આપવા ઉપરાંત શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એની કાળજી લઉં, કારણ કે વિમાનપ્રવાસને કારણે શરીરમાં પાણી ચોક્કસપણે શોષાઈ જતું હોય છે. એ માટે હું તાજાં જ્યુસ તેમજ પાણીનો વારાફરતી ઉપયોગ કર્યે રાખું. બીજી ખાસ વાત એ કે, હેન્ડ સેનિટાઈઝર, બોડી મિસ્ટ અને મારાં કમ્ફ્રર્ટેબલ પાયજામા મારી સાથે જ હોય.’
અગત્યની ટિપઃ ‘ક્યારેક એકલા પ્રવાસ પણ કરી લેવો. ભારતમાં એવો પ્રવાસ કરવાની મને અદમ્ય ઈચ્છા છે. બસ એમ થાય કે કોઈક ટ્રેન પકડી લઉં, જેમ કે મહારાજા એક્સપ્રેસ.’
આલિયા ભટ્ટ
‘મારી બહેન શાહીન મારી આદર્શ સહ-પ્રવાસી છે. દર વર્ષે હું સામાન્ય રીતે લંડનમાં જ રજા ગાળવા જાઉં, પણ મને ગ્રીસ જવાની પણ ઈચ્છા છે. પ્રવાસ દરમિયાન મને નવી તથા જૂની ને જાણીતી રેસ્ટોરન્ટ્સમાં જવાનું બહુ ગમે. શક્ય હોય તો હું શોપિંગ કરું અને બ્રોડવે શોમાં પણ જાઉં.’
પ્રવાસમાં આવશ્યકઃ ‘રજાઓ દરમિયાન મારો બ્યુટી લુક એટલે તાજગી અને સ્ફૂર્તિદાયક ત્વચા, ભરપૂર લિપસ્ટિક લગાડું તથા મેબિલાઈન ન્યૂયોર્કનો મસ્કારા પણ ભરપૂર લગાડું. સુતાં પહેલાં ચહેરા પર હું મોઈશ્ચરાઈઝર અથવા હાઈડ્રેટિંગ ક્રીમ લગાડું છું અને સૌથી અગત્યની વાત એ કે ફ્લાઈટ ઉપડે એ પહેલાં અને ઉતરે એ પછી હું પાણી ખૂબ પીવાનું રાખું છું.’
અગત્યની ટિપઃ ‘ઉનાળાની મોસમમાં હું સમુદ્રકિનારાવાળા સ્થળોએ જવાનું પસંદ કરું. બીચ પર ખારા પાણીનાં મોજાં સામે હું મારાં કેશને છૂટા કરી દઉં. મારી ત્વચા ખુલ્લી જ હોય, પણ સનસ્ક્રીન અને મોઈશ્ચરાઈઝર લગાડેલું જ હોય.’
કલ્કિ કોચલિન
‘રિસોર્ટ અથવા પેકેજ ટ્રાવેલથી વ્યક્તિ કંટાળી જાય. પ્રવાસનો મતલબ જ એ છે કે તમે તમારાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને જુઓ કે આ જગત કેટલું બધું મોજ-મજાથી ભરેલું છે.’
પ્રવાસમાં આવશ્યકઃ ‘હું ગમે ત્યાં જાઉં, મારી સાથે એન્ટી-ક્લોરિન શેમ્પૂ, આર્ગન ઓઈલ, બોડી બટર, સનસ્ક્રીન, ડે અને નાઈટ ક્રીમ્સ, મોઈશ્ચરાઈઝર, ફેશિયલ વાઈપ્સ, આઈ પેન્સિલ, જિલેટ વિનસ રેઝર અને લિપ બામ હંમેશાં રાખું છું.’
અગત્યની ટિપઃ ‘તમે જ્યારે થાકી ગયા હો, લાંબા વિમાનપ્રવાસથી કંટાળી ગયા હો, અથવા કામકાજમાં આખો દિવસ પરોવાયેલા રહ્યાં હો તો ફક્ત એક સ્માઈલ જ તમારાં ચહેરા પર તેજ લાવી દે છે.’
સૌજન્યઃ વોગ, વર્વ, નેશનલ જ્યોગ્રાફિક ટ્રાવેલર ઈન્ડિયા અને ઈનસ્ટાઈલ.
આ લેખમાંની તમામ તસવીરો માત્ર રજૂઆત પૂરતી જ છે
નાયકા સલાહ આપે છેઃ
Neutrogena UltraSheer Dry Touch Sunblock SPF 50+
O3+ Ultra Lite Papper Mask Moisturising & Hydrating
Maybelline New York Baby Lips Bright Out Loud
Berkowits Any Time Hydration! One Cream Many Faces – Sacred Lotus
Kevin.Murphy Staying.Alive Leave-In Treatment
Wella Professionals EIMI Ocean Spritz Salt Spray + Corioliss Big Wave