કાજોલઃ સાત માનીતી ફિલ્મોની વાત

રૂપાળી નથી છતાં આંખમાં વસી જાય એવી છે કોજોલ. અને એટલી જ ઉમદા અભિનેત્રી પણ ખરી જ. ચાલો, એની જ પાસેથી એની સાત ફેવરિટ ફિલ્મ વિશે જાણીએ.

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે નવેંબર, દીપોત્સવી-૨૦૦૫ અંકનો.


માતૃત્વના સુખ પછી કાજોલ પુનરાગમન કર્યું. એણે બે ફિલ્મો સાઈન કરી. એક આમિર ખાન સાથે યશરાજની ‘ફના’. તો બીજી બાબત કાજોલ રહસ્ય અકબંધ રાખવા ઉત્સુક છે. જો કે જાણકારોના મતે શાહરુખના બૅનર હેઠળ એ ફિલ્મ બનશે. શાહરુખ એને માટે લકી સ્ટાર મનાય છે. જે હોય તે, કાજોલે છેલ્લા છ મહિનામાં એનું ફીગર ખાસ્સુ નિયંત્રિત કરી નાખ્યું છે. આજકાલ જિમમાં એ વધુ સમય વિતાવે છે. કાજોલ પુનરાગમન બાબત ઉત્સુક અને રોમાંચિત હોવા સાથે જ એને ડર પણ છે કે ક્યાંક ઍક્ટિંગ ભૂલી તો નથી ગઈને? કરિયર બાબત કાજોલ અતીતને સંતોષદાયક માને છે. પોતાની સાત ફિલ્મોનો સૌથી મહત્ત્વની ગણતા એ અતીતમાં ખોવાઈ જાય છે.


બેખુદી:

પંચગનીની બૉર્ડિંગ સ્કૂલમાં ભણતી કાજોલે ક્યારેય નહોતું વિચાર્યું કે માના પગલે ચાલીને એ ફિલ્મોમાં કામ કરશે. ન એ પોતાની જાતને અભિનેત્રીઓ જેવી સુડોળ કે સારી ઊંચાઈવાળી ગણતી. પરંતુ નિર્માતા-દિગ્દર્શક રાહુલ રવૈલના પ્રસ્તાવને એ ઠુકરાવી ન શકી. તેઓ ‘બેખુદી’માં એને લૉન્ચ કરવા ચાહતા હતા. એ દિવસો યાદ કરતાં કાજોલ કહે છે: ‘મેં તો ટાઈમપાસ ખાતર એ ફિલ્મ કરેલી. રાહુલ અંકલ અમારા પારિવારિક મિત્ર હતા. ફિલ્મમાં બ્રિજ સદાનાના દીકરા કમલ સદાનાને પણ લૉન્ચ કરવાનો હતો.’ કાજોલ સ્વીકારે છે કે એની પહેલી જ ફિલ્મને દર્શકોએ ખરાબ આવકાર આપેલો. તેથી એણે જિદ્દ કરી કે હવે તો હિટ આપીને જ એ અહીંથી ખસશે. કારણ એણે જિંદગીમાં કદી હાર નથી સ્વીકારી. કાજોલ એ પણ સ્વીકારે છે કે રાહુલ અંકલ સાથે એ ફિલ્મ કરતી વખતે એને ઘણું શીખવા મળ્યું. ખાસ કરીને કૅમેરાની પાછળની ટેક્નિક, સહકલાકારો સાથેનો વ્યવહાર ફિલ્મ બૉક્સ ઑફિસે ફ્લૉપ જરૂર થઈ પરંતુ ગુરુસમાન રવૈલે એને માઈલસ્ટોન માની. ગુરુની ભવિષ્યવાણી સાચી પડી. એ સાચે જ ભાવિ પેઢીની હીરોઈન માટે રોલ મૉડેલ સાબિત થઈ.


બાઝીગર:

કાજોલને મોટી સફળતા માટે વધુ રાહ ન જોવી પડી. રતન જૈન નિર્મિત ‘બાઝીગર’ એની પહેલી હિટ ફિલ્મ. દિગ્દર્શક અબ્બાસ-મસ્તાનની આ ફિલ્મમાં સોગાત સ્વરૂપે શાહરુખ ખાન જેવો સહકલાકાર મળ્યો. જે આજેય એને માટે તો સૌથી લકી અભિનેતા જ ગણાય છે. લાંબા, પાતળા, બોલવામાં થોડુંક ખચકાતા શાહરુખમાં છુપાયેલી એનર્જીને પહેલા જ શોટમાં અનુભવી. એ પહેલા સીનમાં શાહરુખ એને કહે છે કે કઈ રીતે એના પિતાએ પોતાના પિતાની પાવર ઑફ એટર્નીનો ગેરફાયદો ઉઠાવી શાહરુખને એની મા (રાખી) સાથે રઝળપાટ માટે મજબૂર કરી દીધો. માને જીવતી લાશ બનાવીને છોડી દીધી. કાજોલના મને આ ફિલ્મથી જ ખાન સાથે કેમિસ્ટ્રી જામી ગઈ. દર્શકોએ પણ એને વખાણી, સ્વીકારી લીધી. આ ફિલ્મ પછી કાજોલ-શાહરુખ સ્ટારપદ પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યાં.


કુછ કુછ હોતા હૈ:

એક વધુ સુપરહિટ બલ્કે સુપર ડુપર હિટ શાહરુખ સાથે હિટ ફિલ્મ આપવાનો આનંદ જ અલગ હોય છે. વધુ સુખદ અને ખુશનુમા એ હતું કે સારા દોસ્ત તરીકે કરણ જોહર મળ્યો. પડદા પર શાહરુખ. પડદા પાછળ કરણ સાથેની કેમિસ્ટ્રી એક અલગ વાર્તા ઘડી કાઢતી. એમાં ટ્વિસ્ટ પણ હોય છે. ભવ્યતા પણ. આ ફિલ્મમાં મારી પ્રબળ હરીફ બનીને ઊભરેલી મારી કઝિન અર્થાત રાની મુખરજી. એના અભિનય જેવી રિયાલિટી મેં બીજીમાં નથી જોઈ.


ઉધાર કી જિંદગી:

જે રીતે મારા ખાતામાં કમર્શિયલ ફિલ્મો ઉમેરાતી હતી એ જોતા આ ફિલ્મ મારા જેવી કેલિબરવાળી અભિનેત્રી માટે યોગ્ય નહોતી. તેથી જ હું એ ફિલ્મ કરવા તૈયાર થઈ. મને થતું કે દિલને સ્પર્શે એવી ફિલ્મો પણ કરવી જોઈએ. આ ફિલ્મ એટલે પણ અનોખી હતી કે એ મારા પર જ કેન્દ્રિત હતી. મારું નામ છતાં બૉક્સ આફિસે એ ન ચાલી. હા, મારો પરફોર્મન્સ ખૂબ વખણાયો. મમ્મી-ડૅડીને ફિલ્મ ખૂબ ગમેલી. એમાં ઈમોશનલ સીન્સ એટલાં બધાં હતાં કે દર ત્રીજે દિવસે આંસુ સારવા પડતાં. હું ગ્લિસરિનનો ઉપયોગ જવલ્લે જ કરતી. ખાસ કરીને આવી ફિલ્મોમાં મારાં રિયલ આંસુ જ વહેતાં. સમીક્ષકોએ પણ માનવું પડ્યું કે વખત આવ્યે કાજોલ અભિનય પણ કરી શકે છે.


દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે:

એની સફળતાએ નવો જ ઈતિહાસ રચેલો. મારે માટે એ એટલા માટે ખાસ હતી કે ‘કુછ કુછ…’ થી મને કરણ જેવો દોસ્ત મળ્યો તો ‘દિલવાલે…’ એ મને આદિત્ય ચોપરા જેવો દોસ્ત આપ્યો. હું કરણ અને આદિમાં ઝાઝો ફરક નથી જોતી. એમની ફિલ્મ કરવાનો મતલબ વ્યાવસાયિક સફળતાની ગૅરન્ટી સાથે એક એવૉર્ડ્ની પણ ખાતરી થઈ જતી. એવૉર્ડ્ મને હંમેશાં પ્રભાવિત અને કાંઈ સારું કરવા પ્રેરિત કરે છે. એક કલાકાર પાસે ક્યારે, શું અને કેટલું કઢાવવું છે એ વાત આદિથી બહેતર કોઈ નથી જાણતો.


પ્યાર તો હોના હી થા:

આ ફિલ્મ મારા માટે કેટલીયે રીતે યાદગાર સાબિત થયેલી. સારું પાત્ર, સારો સાથી સ્ટાર, સારો નિર્દેશક અને એવરેજ કરતાં વધુ વ્યવસાય અજય સાથે આ મારી ત્રીજી ફિલ્મ હતી. આ ફિલ્મ અગાઉ મારા લગ્ન થઈ ચૂક્યા હતા. પરંતુ અમે વ્યસ્તતાને કારણે વિધિપૂર્વક હનીમૂન ઉજવી નહોતાં શક્યાં. અમારી યોજના હતી કે આ ફિલ્મનું શૂટિંગ પતાવીને અમે હનીમૂન માટે ઉપડી જઈશું. પરંતુ એ ફિલ્મના ૪૦ દિવસોના શિડ્યુલ માટે સેશેલ્સ ગયાં ત્યારે ત્યાંની મોસમ અચાનક ખરાબ થઈ જવાથી લગાતાર શૂટિંગ કૅન્સલ કરવું પડ્યું. ખરાબ મોસમને લીધે ક્યાંયે બહાર પણ નહોતા જઈ શકતા. અંતે અમે ૩૦ દિવસો હૉટેલમાં જ ગોંધાઈને હનીમૂન ઉજવ્યું. એ દરમિયાન સેશેલ્સમાં કેટલીયે યાદગાર પળો ઉજવી. એ એક અલગ પ્રકારની જ લવ સ્ટોરી હતી.


કભી ખુશી કભી ગમ:

આ મારી સૌથી મોંઘી અને પહેલી મલ્ટિસ્ટાર ફિલ્મ હતી, જેમાં હિંદી સિનેમાની ત્રણ પેઢીઓ હતી. સામાન્ય રીતે આવી ફિલ્મોમાં કોઈ એક કલાકારને કરવા જેવું ખાસ હોતું નથી. ખાસ કરીને જેમાં અમિતજી જેવા કલાકાર કામ કરતા હોય, પરંતુ કરણે મને એક એવું પાત્ર ભજવવા આપ્યું જે મારા નેચરથી પ્રતિકૂળ હતું. આખી ફિલ્મમાં મારે પંજાબી બોલવાની હતી. પંજાબી મારી ફેવરિટ ભાષા તો રહી છે પરંતુ એ ભાષા બોલવી મારા માટે સહેલી નહોતી. ફિલ્મમાં મારા પાત્રની ત્રીજી ખાસિયત કૉમેડી હતી. મને આ ફિલ્મ કરતી વખતે ખૂબ સારું લાગ્યું દર્શકોએ પણ મારા પાત્રને ખૂબ એન્જૉય કર્યું. આવા રોલ્સ માંડ મળતા હોય છે. પરંતુ હું સાચે જ નસીબદાર છું કે ફિલ્મ મેકર્સે આવા પ્રકારનાં પાત્ર પ્લે કરવાના અવસર આપ્યા.


કાજોલની કરિયર આ સાત જ ફિલ્મો સુધી સીમિત ન જ માનવી જોઈએ. ‘દુશ્મન’માં એ ડબલ રોલ કેવી ખૂબસૂરતીથી જીવી. એથીયે વધુ દિલ વલોવી નાખતું પાત્ર ગુપ્તમાં ભજવેલું