રફલ અને ફ્રીલની રેટ્રો સ્ટાઇલ ફરીથી બની રહી છે ટ્રેન્ડી

રમીની સિઝનમાં તેમજ ચોમાસાની સિઝનમાં ફ્લોઇંગ મટિરિયલ પહેરવાની એક જુદી જ મજા છે શરીર પર ચોંટી  જાય તેવા વસ્ત્રો કરતાં શરીર સાથે  હોવા છતાં  હવામાં ઝૂલતા રહેતા વસ્ત્રો  ગરમીમાં અકળામણને ઓછી કરે છે.  હવે તો ચોમાસાએ પણ ગુજરાતભરમાં જમાવટ કરી છે ત્યારે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખતા તમે સાડી, ડ્રેસીસ, દુપટ્ટામાં રફલ કે ફ્રીલની પસંદગી કરી શકો છો.

ખાસ કરીને સાર્ટિન અને જ્ઓર્જેટ તથા શિફોન મટિરિયલ ફ્લોઇંગ હોવાથી તે  બફરામાં તેમજ મોન્સૂનમાં પહેરી શકો છો આ મટિરિયલમાંથી  તમારા આઉટફિટ્સ પર ફ્રીલ બનાવડાવશો અથવા તો તૈયાર પોશાકમાં પણ ફ્રીલ હોય તેવા પોશાકનું સિલેકશન કરશો તે આ સિઝન માટે એકદમ કૂલ પસંદગી બની રહેશે.

જે લોકો ડેઇલી સોપના એટલે કે સિરિયલોના શોખીન છે તેઓને તો ખબર જ હશે કે આજકાલ સિરિયલમાં ઝૂલ અને રફલવાળી સાડીઓ,સ્કર્ટ, તેમજ વનપીસ પહેરેલી એકટ્રેસીસની ભરમાર જોવા મળી રહી છે. અને સ્વાભાવિક છે કે ફેશન ટીવી અને બોલિવૂડ પરથી જ પ્રેરિત હોય છે ત્યારે બજારમાં આ પ્રકારના વસ્ત્રોમાં અઢળક વૈવિધ્ય ઉપલબ્ધ છે.

ફ્રીલ એટલે કે ઝૂલ કહો કે રફલ.તે બ્લાઉઝથી માંડીને ફ્રોક, મેકસી, શર્ટ, સ્કર્ટ, અનારકલી, ક્રોપ ટોપ -જેવા તમામ આઉટફિટ્સમાં બનાવડાવી શકાય છે અથવા તો તે પ્રકારના આઉટફિટ્સ ખરીદી શકાય છે ફ્રીલની સૌથી મોટી ખાસિયત એ છે કે, જ્યારે પણ તમે ફ્રીલવાળા પોશાક પહેરો છો તો તમારીવય હોય છે તેન કરતાં ઘણી નાની દેખાય છે.  તમે નોંધ્યું હશે કે નાના બાળકીઓના પોશાકમાં મોટા ભાગે  મોટી નાની ઝૂલ લાગેલી હોય છે. જે તેમને ક્યૂટ લુક લાગે છે આ જ કન્સેપ્ટ વ્યસ્કો માટે પણ એપ્લાય કરવામાં આવે છે. જેમાં ગાઉન, ડ્રેસ, કે મેકસીમાં ગળા કે બોટમના ભાગે  ફ્રીલની ડિઝાઇન કરવામાં આવે છે. તમે બંગાળી સ્ટાઇલન બ્લાઉઝમાં ગળાના ભાગે નાની નાની ઝૂલ જોઈ હશે. તમારા દાદી કે નાનીના જૂના ફોટા જોશો તો એમાં પણ બાંયમાં તથા ગળાના ભાગે આ પ્રકારની ફ્રિલ કરેલી જોવા મળશે.

ટેલિવિઝન જગતની જાણીતી અંગૂરી ભાભી-ભાબીજી ઘર પે હૈમાં તમે અંગૂરીની સાડીઓ જોઈ હશે તેમાં ઘણી વાર પાલવના ભાગે  ઘણી બધી ઝૂલ મૂકવામાં આવી હોય છે આ ગેટઅપતેના નટખટપણા સાથે  ખૂબ જામે છે. તો યે રિશ્તા કયા કહેલાતામાં હૈમાં નાયરા સહિતની વુમન સ્ટારકાસ્ટના ડ્રેસીસ, તેમજ હાલમાં  આવતા વિષકન્યા, નજર, મેં ભી અર્ધાંગિની જેવા ઘણા શોમાં લેડી સ્ટારકાસ્ટના કોશ્યૂમમાં આ પ્રકારની ફેશન એપ્લાઈ કરવામાં આવી છે.

તમને જો આ સ્ટાઇલ પસંદ હોય તો તમે તૈયાર આઉટફિટ્સને ખરીદવાને બદલે  જાતે જ આઉટફિટ્સ  તૈયાર કરાવવાના હો અને ફ્રીલ વાલા ડ્રેસીસ બનાવવા ઉચ્છતા હો તો તેના માટે કાપડનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે જેટલું તમારું ફેબ્રિક પાતળું અને વજનમાં હળવું હશે તેટલો જ તમારી ઝૂલનો ગેટઅપ સરસ આવશે. જ્યારે પણ ફ્રીલવાળા પોશાક પહેરો ત્યારે સાથે એક્સેસરીઝનું વ્યવસ્થિત ધ્યાન રાખવું જરૂરી છે. ઉપરાંત એવું  નથી કે તમે ફક્ત સ્લીવમાં જ ફ્રીલ કરાવી શકો અહીં આપેલી તસવીરોમાં તમે જોઈ શકશો કે કયાંક કમરના ભાગે તો ક્યાક સ્લીવના બેક બાગમાં તો ક્યાંક ગળાની પેર્ટનમાં તો વળી ક્યાંક ધોતિયાની જેમ ઝૂલતી સ્લીવ કરવામાં આવી છે. જે માનુનીને વધારે આકર્ષક બનાવે છે. ખાસ કરીને સાડીના પાલવમાં અને પાટલીની ફરતી જગ્યામાં આ સ્ટાઇલ ઘણી શોભી ઉઠે છે.  આવનારી તહેવારોની સિઝન માટે તેમજ વેડિંગ સિઝન માટે તમે આ નવતર સ્ટાઇલની પસંદગી ચોક્કસ કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]