રાજગરા-પનીર પરોઠા

પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે. ત્યારે ઉપવાસ નિમિત્તે ફરાળી રાજગરાના પરોઠા થોડા વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવી લો, પનીર સાથે!

સામગ્રીઃ  

  • રાજગરાનો લોટ 2 કપ
  • બાફીને છીણેલા બટેટા 2
  • પનીર ખમણેલું 1 કપ
  • આદુ ખમણેલું 1 ઈંચ
  • બારીક સમારેલા લીલા મરચાં 3-4
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • અધકચરા વાટેલાં કાળા મરી ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1 ટે.સ્પૂન તેલ મોણ માટે
  • પરાઠા શેકવા માટે તેલ અથવા ઘી

ફરાળી ચટણીઃ

  • શીંગદાણા 1 કપ
  • આદુ 1 ઈંચ
  • લીલા મરચાં 4-5
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • લીંબુનો રસ ½ ટી.સ્પૂન
  • જીરુ ½ ટી.સ્પૂન

રીતઃ લોટ બાંધવાના વાસણમાં ખમણેલું પનીર, બારીક કરેલાં આદુ-મરચાં, મરીનો ભૂકો, લીંબુનો રસ, ખમણેલું પનીર, જીરૂ, સિંધવ મીઠું સ્વાદ મુજબ, મોણ માટેનું તેલ તેમજ રાજગરાનો લોટ લઈને પાણી નાખ્યા વગર લોટ મસળો. જરૂર લાગે તો તેમાં જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરો. આ પરોઠાનો લોટ બહુ ઢીલો ના હોવો જોઈએ.

લોટમાંથી 1 ઈંચ જેટલા લૂવા કરીને તેને રાજગરાના સૂકા લોટના અટામણ વડે હળવેથી વણો.  ત્યારબાદ નોન સ્ટીક પેન અથવા તવામાં હળવેથી મૂકીને તેલ અથવા ઘી નાખીને બંન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન શેકી લો.

આ પરોઠા લીલી ચટણી અથવા દહીં સાથે પણ સારા લાગશે.