આ ઈન્સ્ટન્ટ સાબુદાણા વડી શેલોફ્રાય કરી શકાય છે. તેમજ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે!
સામગ્રીઃ
- સાબુદાણા 1 કપ,
- શીંગદાણાનો અધકચરો પાવડર 1 ટે.સ્પૂન
- બાફેલા બટેટા 2
- કોથમીર ધોઈને સમારેલી ½ કપ
- લીલા મરચાં 2-3
- લીંબુનો રસ 1 ટી.સ્પૂન,
- સાકર ¼ ટી.સ્પૂન (Optional)
- ઉપવાસનું મીઠું સ્વાદ મુજબ
રીતઃ થોડા સાબુદાણા બાજુએ રાખીને બાકીના સાબુદાણાને મિક્સરમાં દળી લો.
એક મોટા બાઉલમાં સાબુદાણા આખા તેમજ દળેલા લો. તેમાં બટેટાને છીણીને ઉમેરવા. કોથમીર તેમજ મરચાં સુધારીને નાખો. ઉપવાસનું મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો. મિક્સરને સરખું મિક્સ કરી દો અને હાથેથી ગોલા વળી શકે એવું થવું જોઈએ. જો ન થાય તો વધુ 1 બાફેલો બટેટો મિક્સ કરો.
આ મિશ્રણને એક થાળીમાં થપથપાવીને પાથરી દો. આ વડીને 10 મિનિટ માટે રેફ્રીજરેટરમાં રાખીને તળીને ખાવા માટે લઈ શકાય. વડીના ચપ્પૂ વડે ચોરસ ટુકડા કરી લો. આ વાનગી રેફ્રીજરેટરમાં 2 દિવસ સુધી રહી શકે છે.
સાબુદાણાની આ વાનગીને શેલોફ્રાય કરવા માટે ફ્રાઈપેનમાં તેલ ગેસની મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. ડીપ ફ્રાય કરવા માટે કઢાઈમાં ડૂબતું તેલ લેવું.
તેલ ગરમ થાય એટલે સાબુદાણાની વડી પેનમાં આવે એટલી હળવે હાથે એક એક વડી નાખતા જાવ. ગેસની મધ્યમ આંચે વડીને ગોલ્ડન બ્રાઉન તળો અને લીલી ચટણી સાથે ખાવાના ઉપયોગમાં લો.