રેન્જ ડેવલપમેન્ટ્સ સાથે ગ્રેનેડા ‘સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટ’ યોજના તમારી વૈશ્ર્વિક સફળતાનો માર્ગ મોકળો કરી શકે છે…

રેન્જ ડેવલપમેન્ટ્સ કંપની તમારા માટે લાવી છે આ આર્થિક નાગરિકત્વની ઑફર, જે તમને વિવિધ પ્રકારના માઈગ્રેશન વિકલ્પો પૂરા પાડીને તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે.


જો તમે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર છો અને અમેરિકા, યુરોપ અને શેન્ગન સમૂહના દેશોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસની પરવાનગી આપતું દ્વિતીય નાગરિકત્વ અને પાસપોર્ટ કાયદેસર રીતે મેળવવા ઈચ્છતા હો તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી! રેન્જ ડેવલપમેન્ટ્સ તમારા માટે લાવી છે આ આર્થિક નાગરિકત્વ, જે તમને અનેક પ્રકારના માઈગ્રેશન વિકલ્પો પૂરા પાડીને તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે. વધુમાં, આ તક વિઝામુક્ત પ્રવાસની આઝાદી સાથે અને E-2 વિઝા સાથે મળે છે, જે તમને અમેરિકામાં કોઈ બિઝનેસ શરૂ કરવા કે ખરીદવા અને તમારા પરિવારજનોની સાથે રહેવાની તક આપે છે.

સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટ (CBI)

સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટ (CBI) યોજના સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા એક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરીને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરવાની સુંદર તક પૂરી પાડે છે. CBI યોજના તમને કોઈ દેશમાં દ્વિતીય નાગરિકતા હાંસલ કરવામાં અને દરિયાપારના દેશોમાં વ્યાપાર મૂડીરોકાણની તકો શોધવામાં મદદરૂપ થાય છે. એ તમને સુરક્ષિત નિવાસ કરવાના વિકલ્પો અને તમારાં સંતાનો માટે દુનિયામાં શ્રેષ્ઠ શાળા મેળવી આપવામાં મદદરૂપ થાય છે. રેન્જ ડેવલપમેન્ટ્સ સરકાર દ્વારા મંજૂરી પામેલા CBI કાર્યક્રમો અંતર્ગત લક્ઝરી ૫-સ્ટાર પ્રોજેક્ટોનું અગ્રગણ્ય ડેવલપર છે. બીજા ઘણા CBI ડેવલપર્સ છે, જેમનો ટ્રૅક રેકૉર્ડ સંશયાત્મક રહ્યો છે, જ્યારે રેન્જ ડેવલપમેન્ટ્સ કૅરિબિયન દેશોમાં એકમાત્ર એવા ડેવલપર છે, જેણે બે પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને ત્રીજા પર કામકાજ ચાલુ છે. વચન આપ્યા મુજબ સર્વોત્તમ યોજના પાર પાડીને રેન્જ ડેવલપમેન્ટ્સે જે સફળતા હાંસલ કરી છે એ આ ઉદ્યોગમાં બીજા કોઈ ડેવલપર હાંસલ કરી શક્યા નથી.

રેન્જ ડેવલપમેન્ટ્સની કામગીરી પર એક નજર

ઉદ્યોગ દ્વારા સ્થાપવામાં આવેલાં ધોરણો કરતાં પણ ઉત્તમ એવા બે ૫-સ્ટાર લક્ઝરી રિસોર્ટ્સનું બાંધકામ પૂરું કરીને અને એ શરૂ કરીને રેન્જ ડેવલપમેન્ટ્સે આ પૂર્વીય કૅરિબિયન દેશમાં મૂડીરોકાણ અને આતિથ્ય ઉદ્યોગમાં પથપ્રદર્શક બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ કંપનીની સ્થાપના ૨૦૧૨માં કરવામાં આવી હતી. મોહમ્મદ અસારિયાએ એક એવી આતિથ્ય કંપની શરૂ કરવાનું નક્કી કર્યું હતું, જેનો ઉદ્દેશ દુનિયાભરના ઈન્વેસ્ટરોને અપ્રતિમ રિયલ એસ્ટેટ વિકાસ યોજનામાં પ્રવેશ મેળવી આપવાનો રહ્યો છે. કંપનીનો પહેલો પ્રોજેક્ટ હતો ‘પાર્ક હયાત સેન્ટ કિટ્સ’ (નવેમ્બર, ૨૦૧૭), જેને ‘ધ બેસ્ટ ન્યુ હોટેલ ઈન ધ કૅરિબિયન’ તરીકે ઓળખાવીને ‘સીએનએન’ દ્વારા સમ્માનિત કરવામાં આવી છે તેમ જ ‘ફોર્બ્સ’ દ્વારા ‘અ ગ્રેન્ડ કૅરિબિયન ડેબ્યૂ’ તરીકે ઓળખાવીને એનું બહુમાન કરવામાં આવ્યું છે.

‘ધ બેસ્ટ ન્યુ હોટેલ ઈન ધ કૅરિબિયન’ તરીકે સમ્માનિત કરવામાં આવેલી હોટેલ ‘પાર્ક હયાત’, સેન્ટ કિટસ.

એનો બીજો પ્રોજેક્ટ છે ‘ધ કેબ્રિટ્સ રિસોર્ટ ઍન્ડ સ્પા કેમ્પ્ન્સ્કિી, ડોમિનિકા’ (ઑક્ટોબર, ૨૦૧૯) એને ‘કોન્ડે નેસ્ટ ટ્રાવેલર’ દ્વારા લક્ઝરી હોટેલના સૌથી અપેક્ષિત શુભારંભ તરીકે ગણવામાં આવી છે. સર્વોત્તમ એમિનિટીઝ અને લક્ઝરી સેવા-સુવિધાઓ હોવાને કારણે બન્ને હોટેલની ઈન્વેન્ટરી સોલ્ડ-આઉટ છે. કંપનીનો ત્રીજો અને એકદમ નવો બીચસાઈડ પ્રોજેક્ટ છે ‘સિક્સ સેન્સિસ લ સેગેસ, ગ્રેનેડા’, જે ૨૦૨૨માં ખુલ્લો મુકાવાનો છે. આ પ્રોજેક્ટમાં વિશ્ર્વકક્ષાની સુવિધાઓ આપવામાં આવશે અને ગ્રાહકોને અવિસ્મરણીય અનુભવ પ્રાપ્ત થશે એમાં કોઈ બેમત નથી.

રેન્જની CBI યોજના વિશ્ર્વસનીય ભાવિ ઈન્વેસ્ટમેન્ટ કઈ રીતે બને છે?

ગ્રેનેડાના રેન્જ ડેવલપમેન્ટ્સ સાથે દ્વિતીય નાગરિકતા મેળવવી એ તમારા તથા તમારા પરિવાર માટે શ્રેષ્ઠ ઉપલબ્ધ ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ છે. આ કંપની એની હરીફો કરતાં ઘણી આગળ છે. આ છે એનાં કારણો: એની પાસે છે અત્યંત અનુભવી કન્સ્ટ્રક્શન નિષ્ણાતોની ટીમ્સ, વિશ્ર્વની ટોચની હૉસ્પિટાલિટી બ્રાન્ડ્સ સાથે એની ભાગીદારી, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ટકી રહે એવી સામગ્રીનો ઉપયોગ, લક્ઝરી ટ્રાવેલર્સને આકર્ષિત કરે એવાં અસાધારણ ડિઝાઈન ફીચર્સ, વિશ્ર્વાસનું એક અનોખું માળખું અને વ્યાપક સામાજિક જવાબદારીને લગતા કાર્યક્રમો. પ્રીમિયમ લક્ઝરી પ્રોજેક્ટ્સ સાથે રેન્જના જે વિશ્ર્વસનીય CBI કાર્યક્રમો છે એ બીજે ક્યાંય જોવા મળતા નથી.

ગ્રેનેડાનું દ્વિતીય નાગરિકત્વ મેળવીને ઈન્વેસ્ટરો બ્રિટન, ચીન, શેન્ગન, રશિયા તથા બીજા ઘણા દેશો સહિત ૧૪૦થી વધારે દેશોમાં વિઝામુક્ત પ્રવાસ કરી શકે છે. માન્યતાપ્રાપ્ત પ્રોજેક્ટમાં (વિસ્તૃત ચકાસણી અને અલ્પતમ સરકારી ફીની ચુકવણીને આધીન) ૨,૨૦,૦૦૦ અમેરિકી ડૉલરનું મૂડીરોકાણ કરીને ઈન્વેસ્ટરો ૯૦ દિવસના નિર્ધારિત સમયગાળામાં ગ્રેનેડાનું વાજબી નાગરિકત્વ હાંસલ કરી શકે છે અને સ્થાયી નિવાસ તથા કામકાજના અનુકૂળ વાતાવરણનો આનંદ મેળવી શકે છે.

‘કોન્ડે નેસ્ટ ટ્રાવેલર’ દ્વારા લક્ઝરી હોટેલના સૌથી અપેક્ષિત શુભારંભ તરીકે પ્રમાણિત ‘ધ કેબ્રિટ્સ રિસોર્ટ ઍન્ડ સ્પા કેમ્પ્ન્સ્કિી’, ડોમિનિકા.

આ સંદર્ભમાં ગ્રેનેડાની સરકાર દ્વારા જે લાભ આપવામાં આવે છે એ અદ્વિતીય છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવા ઉપરાંત ગ્રેનેડાના ‘સિક્સ સેન્સિસ લ સેગેસ’ પ્રોજેક્ટમાં પણ ઈન્વેસ્ટ કરીને તમે અનેક લાભો મેળવી શકો છો:
ઈન્વેસ્ટર ગ્રેનેડાના નાગરિકત્વ માટે અરજી નોંધાવવાને હકદાર બનશે, જે સાથે જ એમને અધિક લાભો પણ મળશે. આમાં ઈન્વેસ્ટરોને ઉપરાંત એમના પરિવારજનોને પણ બિઝનેસ, સુરક્ષા તથા શૈક્ષણિક લાભોનો સમાવેશ થાય છે. આ બધું તમે નફાકારક બિઝનેસ અવસરોને સુનિશ્ર્ચિત કરીને અને વિકસિત દેશોમાં શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ મેળવીને પામી શકો છો.

ઈન્વેસ્ટમેન્ટ દ્વારા નાગરિકત્વ યોજના ઈન્વેસ્ટરોને અને એમના પરિવારજનોને દ્વિતીય નાગરિકત્વ ઘણું ઝડપથી હાંસલ કરાવી આપે છે. અરજદાર એક વાર નિર્ધારિત વિસ્તૃત ચકાસણીમાંથી પાસ થઈ જાય એ પછી માત્ર ત્રણથી છ મહિનામાં જ એનો પાસપોર્ટ તૈયાર થઈ જાય છે. આ દ્વિતીય પાસપોર્ટ મળ્યા બાદ એ રશિયા, બ્રિટન, સિંગાપોર, યુરોપિયન યુનિયન અને ચીન સહિત ૧૪૦ દેશોમાં વિઝામુક્ત વૈશ્ર્વિક પ્રવાસનો લાભ મેળવી શકે છે.

વ્યક્તિગત નાગરિકતાની અરજીમાં અરજદાર એનાં માતા-પિતા, જીવનસાથી, સંતાનો, ભાઈ-બહેન તથા દાદા-દાદી કે નાના-નાનીનો પણ સમાવેશ કરી શકે છે (ચોક્કસ પાત્રતાની શરતોને આધીન).

ઈન્વેસ્ટરને અનેક કરવેરાના લાભ પણ મળશે-ખાસ કરીને આજની તારીખે બિનનિવાસી ભારતીયો (NRI)ને મળે છે એ પ્રકારના લાભ. અખાતના દેશોમાં રહેતા NRIવેપારીઓને એક ચિંતા એ સતાવે છે કે એમની વૈશ્ર્વિક આવક પર ભારતનો ટૅક્સ લાગુ પડશે, પરંતુ ગ્રેનેડાનું નાગરિકત્વ અને OCI કાર્ડ મેળવવાથી અતિરિક્ત-પ્રાદેશિક કરવેરા સામે રક્ષણ મળી રહે છે. બીજી એક ચિંતા એ સતાવતી હોય છે કે નાગરિકતા-આધારિત કરવેરા પદ્ધતિ લાગુ કરવામાં આવશે તો એ (અમેરિકાની જેમ) કોઈ ‘એક્ઝિટ ટૅક્સ’ની સાથે લાગુ કરવામાં આવશે, જેમાં ઈન્વેસ્ટરોને એમનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી દેવા માટે અમુક વેરો ચૂકવવો પડશે. આ પર્યાપ્ત થઈ શકે છે.

ઈન્વેસ્ટમેન્ટને અકબંધ રાખવા માટે પાંચ વર્ષનો ફરજિયાત સમયગાળો રહેશે, પણ આ સમયગાળો પૂરો થઈ જાય એ પછી ઈન્વેસ્ટર એના ઈન્વેસ્ટમેન્ટનો હિસ્સો દ્વિતીય નાગરિકતામાં રસ ધરાવનારી અન્ય વ્યક્તિને વેચી દેવાને મુક્ત રહેશે. તેમ છતાં મૂળ ઈન્વેસ્ટર એનું નાગરિકત્વ કાયમને માટે જાળવવાનું ચાલુ રાખી શકશે.

આમાં એક બીજો મહત્ત્વનો લાભ મળે છે E-2 વિઝા માટે અરજી કરવાની છૂટ. જ્યારે કોઈ ગ્રેનેડાનો નાગરિક અમેરિકામાં પોતાના બિઝનેસમાં વધુ ઈન્વેસ્ટમેન્ટ કરે તો એ અમેરિકામાં એના પરિવારની સાથે રહેવા માટે અને બિઝનેસ કરવા માટે હકદાર બને છે. આ E-2 વિઝા અરજીએ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે, કારણ કે એમાં પ્રોસેસિંગ ટાઈમ માત્ર છ અઠવાડિયાંનો હોય છે, જ્યારે એના વિકલ્પ સમાન EB-5 યોજનામાં વધારે સમય લાગે છે. પ્રાદેશિક CBI પ્રદાન કરતા સાથી દેશોમાં ગ્રેનેડાને આ લાભ વિશિષ્ટ રીતે આપવામાં આવ્યો છે. E-2 વિઝાની બીજી ખૂબી એ છે કે એ અરજદારના જીવનસાથીને પણ અમેરિકામાં કામ કરવાનો અધિકાર આપે છે અને એમનાં સંતાનોને વિશ્ર્વકક્ષાનું શિક્ષણ મેળવવાનો અધિકાર આપે છે. E-2 વિઝાધારકો વૈશ્ર્વિક આવકવેરા ચુકવણીની શરત વગર અમેરિકામાં ૧૨૦ દિવસ રહી શકે છે.

રેન્જ ડેવલપમેન્ટ્સે આજ સુધીમાં ૨૩૦૦થી વધારે નોકરીઓનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે, ૪૦૦૦થી વધારે વ્યક્તિઓને એમનું દ્વિતીય નાગરિકત્વ અપાવ્યું છે અને વિશ્ર્વમાં સૌથી ઉત્તમ કહી શકાય એવી કેટલીક પ્રૉપર્ટીઓનું બાંધકામ કર્યું છે. જો તમે વિદેશની ધરતી પર તમારા બિઝનેસનો ફેલાવો કરવા માગતા હો અને સુરક્ષિત ભવિષ્યમાં મૂડીરોકાણ કરવા માગતા હો તો આ ઉચિત સમય છે!

વેબિનાર તથા અમદાવાદ-રાજકોટમાં વિશેષ કાર્યક્રમ

ઈન્વેસ્ટરોના માર્ગદર્શન માટે ઝૂમ પર એક ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનાર રવિવાર, ૧૧ એપ્રિલે ભારતીય સમય અનુસાર બપોરે ૧૨ વાગ્યે યોજાશે. એમાં ભાગ લેવા માટે આ લિન્ક પર અગાઉથી રજિસ્ટ્રેશન કરો:
https://us02web.zoom.us/webinar/register/WN0fFeZ5tdRkW8c0itbLCPTA

આ ઉપરાંત રોકાણકારોના માર્ગદર્શન માટે વિશેષ કાર્યક્રમ યોજાશે:

અમદાવાદ – હોટેલ કોર્ટયાર્ડ બાય મેરિયટ

શુક્રવાર, ૧૬ એપ્રિલ: બપોરે બેથી રાતે આઠ.

શનિવાર, ૧૭ એપ્રિલે: સવારે ૧૦થી બપોરે ૧૨-બપોરે બેથી રાતે આઠ.

રાજકોટ – હોટેલ ધી ઈમ્પિરિયલ પેલેસ

રવિવાર, ૧૮ એપ્રિલ: બપોરે બેથી રાતે આઠ.

સોમવાર, ૧૯ એપ્રિલ: સવારે ૧૦થી બપોરે ૧૨-બપોરે બેથી રાતે આઠ.

આ નંબર પર ફોન કરીને અપોઈન્ટમેન્ટ લઈ શકાશે:
+૯૧-૯૧૩૭૧૧૧૩૨૪

નોંધ: આ યોજનામાં ચારથી પાંચ લાખ અમેરિકન ડૉલરનું રોકાણ કરવાનું હોય છે.

દ્વિતીય નાગરિકત્વ હવે કોઈ લક્ઝરીની બાબત રહ્યું નથી. હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર માટે એ એક જરૂરત બની ગયું છે. યોગ્ય પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટમેન્ટ કરીને તમને અને તમારા પરિવારજનો માટે દ્વિતીય નાગરિકત્વ મેળવવાનું કામ ખરેખર પડકારજનક બની શકે છે, એમાંય ખાસ કરીને હાલના વૈશ્ર્વિક રોગચાળાના સમયમાં. જો તમે તમારા માટે દ્વિતીય નાગરિકત્વ મેળવવા માટે કોઈ વિશ્ર્વસનીય ઈન્વેસ્ટમેન્ટ ભાગીદારને શોધતા હો તો કાર્યક્રમો અને આદર્શ ટ્રૅક રેકૉર્ડ ધરાવનાર રેન્જ ડેવલપમેન્ટ્સ તમારા માટે ઝડપી લેવા જેવો વિકલ્પ છે.

ગ્રેનેડાના નાગરિકત્વ વિશે વધુ માહિતી માટે સંપર્ક કરો:

દીપેશ દેશમુખ: deepesh@gsm.edu.in

ફોન નંબર: +૯૧ ૯૮ ૫૦૮ ૮૧૧૯૨