
જ્યારે ઉત્તર ગોળાર્ધમાં કડકડતી ઠંડી પડે છે અને બરફ વર્ષા થાય છે, ત્યારે હજારો માઇલ દૂરથી પાંખો ફેલાવીને લાખો
પક્ષીઓ એક સુરક્ષિત આશ્રયસ્થાનની શોધમાં નીકળી પડે છે. આ પક્ષીઓ માટે ભારતનું ગુજરાત રાજ્ય એક મનપસંદ મુકામ છે. લાંબો દરિયાકિનારો, વિશાળ રણ અને અસંખ્ય જળાશયો ગુજરાતને પક્ષીદર્શન (Birdwatching) માટે વિશ્વભરમાં પ્રખ્યાત બનાવે છે.
ગુજરાત એ ‘સેન્ટ્રલ એશિયન ફ્લાયવે’ પર આવેલું છે, જેના કારણે સાઇબિરીયા, યુરોપ અને મધ્ય એશિયાના પક્ષીઓ અહીં શિયાળો ગાળવા આવતા હોય શિયાળુ પક્ષી દર્શન માટે ખાસ છે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના આકાશમાં આ મહેમાનોનો કલરવ ગુંજી ઉઠે છે.
પક્ષીદર્શન માટેના શ્રેષ્ઠ સ્થળોની વાત કરીએ તો વેળાવદર, એલઆરકે, ખીજડીયા પક્ષી અભયારણ્ય, છારી ઢંઢ, પોરબંદર અને વઢવાણા જેવા નાના મોટા સ્થાન પર ખુબ મોટા પ્રમાણ અને વિવિઘતામા યાયાવર અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે.


