વાઘ, સિંહ, દિપડાને જંગલમાં જોઈએ તો તે કોઈ ચોક્કસ ઝાડને સુંઘતા કે જમીન પર કશુંક સુંઘતા જોવા મળે છે. કયારેક જંગલમાં વાઘ, સિંહ કે દિપડા દેખાતા ન હોય તો પણ ચિત્તલ (Spotted Deer) એલાર્મ કોલ કરે છે. આ બધુ થવા પાછળનું કારણ છે કે પ્રાણીઓમાં ઘણો બધો આંતરીક સંદેશા વ્યવહાર એ ગંધ થી થાય છે. બિલાડી કુળના પ્રાણીઓમાં મળ અને મુત્રની ગંધ થી વિસ્તારની વાડા બંધી (ટેરેટરી માર્કિંગ) માટે પણ ગંધનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાણીઓમાં પ્રજનન વિશેની માહિતીની પણ આવી જ ગંધ દ્વારા બીજા એજ કુળના પ્રાણીને જાણ થાય છે. ગંધ સાથે જોડાયેલા બીલાડી કુળના પ્રાણીઓમાં જોવા મળતા (Flehmen response) વિશે કયારેક અલગ થી વાત કરીશું.
બિલાડી કુળના પ્રાણીઓમાં ગંધનું ખૂબ મહત્વ છે અને તેના દ્વારા તેમના જીવનનો ઘણો ખરો આંતરીક સંદેશા વ્યવહાર ચાલે છે.