આમ તો બધા સાસણ ગીરથી વાકેફ હશે પણ ગીર નેશનલ પાર્ક વિશે લોકો ઓછુ જાણતા હશે. સાસણ પાસે આવેલ ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન કે જેને સામાન્ય રીતે લોકો દેવાળીયા સફારી પાર્ક તરીકે ઓળખે છે. કેટલાક સ્થાનિકો અને આસપાસના શહેરના લોકો કોઇ ત્યાં જવાનુ કહે તો કહે કે એ તો ઝુ (પ્રાણી સંગ્રહાલ) છે, પણ હકીકત એ દેવાળીયા સફારી પાર્ક કે ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન જોવાથી ગીરના પૂર્વ, મધ્ય અને પશ્ચિમ તથા બ્રુહદ ગીરને જોવાનો આનંદ એક સાથે મળે.
ગીર નેશનલ પાર્કમાં સુકા અને પાનખર વ્રુક્ષો છે, કાંટાળી ઝાડીઓ છે અને ઘાસીયા મેદાનો છે આ બધુ જ એક જ જગ્યાએ દેવાળીયામાં જોવા મળી જાય અને એમાં રહેતા બધા જ પશુ પક્ષી પણ જોવા મળી જાય. દેવાળીયામાં મેન-એનીમલ કોન્ફલીક્ટના કારણે પકડાયેલા દીપડાઓ માટે ખુબ મોટા ઓપન મોટ છે જે કુદરતી વાતાવરણ જેવા જ છે. એમાં એક સાથે 4-5 દીપડા જોવા મળી જાય પણ ક્યારેક ભાગ્ય હોય તો બે દીપડાની લડાઇ પણ જોવા મળી જાય.
શ્રીનાથ શાહ