દીપડો જોવા હોય તો જવું જ પડે દેવાળીયા સફારી પાર્ક

 

ચોમાસામાં જંગલની સુંદરતા અલગ જ રીતે ખીલેલી હોય છે પણ જો તમે એ જંગલમાં વારંવાર ગયા હોય અને ત્યાંની ભુગોળથી વાકેફ હોય તો મજા કઇ અલગ જ આવે. ગીરના જંગલમાં પણ ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે, પણ દેવાળીયા સફારી પાર્કની ખુબસુરતી તેના ઘાસીયા મેદાનો અને નાના નાના પાણીના તળાવોને કારણે વધુ ખીલે છે.

દેવાળીયા પાર્કમાં લીલા ઘાસમાં સિંહ જોવાનો આનંદ અનેરો છે અને દેવાળીયામાં આમતો દીપડાને ઓપન મોટમાં રાખ્યા છે, પણ, ક્યારેક જો ભાગ્ય હોય તો દેવાળીયામાં લીલા ઘાસમાં ખુલ્લામાં દીપડો જોવા મળી જાય.

(શ્રીનાથ શાહ)